Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી

સુરતમાં 8000 લોકોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી
, બુધવાર, 19 જુલાઈ 2017 (12:27 IST)
વિમુદ્રીકરણ બાદ માત્ર દોઢ મહિનાના સમયગાળામાં અઢી લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ બેન્ક ખાતામાં જમા કરનારા ખાતેદારોને આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં  આવી રહી છે. સુરતમાં 7થી 8 હજાર જેટલા ખાતેદારોને નોટિસ મોકલી એક સપ્તાહમાં ઓનલાઈન ખુલાસો કરવાનો આદેશ કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

રૂપિયા 10 લાખથી વધુની રોકડ જમા કરાવનારા દેશભરના 18 લાખ લોકોને પ્રથમ તબક્કામાં આવકેવરા વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી, તે પૈકી માત્ર 30 ટકા લોકોએ જ સંતોષકારક ખુલાસા કર્યા હતા. અન્ય તમામ કેસમાં યોગ્ય જવાબ નહીં મળતા ભવિષ્યમાં સ્ક્રૂટિનીની કેસ ખૂલવાની શક્યતા છે. સરકારે નોટબંધી દરમિયાન અઢી લાખથી વધુ રોકડ જમા કરાવનારા સામે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી તે મુજબ હવે બીજા તબક્કામાં દેશભરના 5.50 લાખ ખાતેદારોને નોટિસ ઈશ્યૂ કરવાનું શરૂ કરાયું છે. સુરતમાં આવા 7થી 8 હજાર ખાતેદારોને નોટિસ મોકલવામાં આવી છે. ઓનલાઈન મોકલાયેલી નોટિસનો ખુલાસો સાત દિવસમાં ઓનલાઈન જ કરવાના આદેશ કરાયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karnataka News - જમ્મુ-કાશ્મીર પછી હવે કર્ણાટક ઈચ્છે છે અલગ ધ્વજ, કમિટી ડિઝાઈન ફાઈનલ કરવામાં લાગી