કર્ણાટક સરકાર રાજ્ય માટે જુદો ઝંડો અને સિંબોલ માટે એક્શનમાં આવી ગઈ છે. સરકારે 9 સભ્યોની એક કમિટી બનાવી છે. જેને જેને ઝંડા ડિઝાઈન કરવા અને સિંબલ નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી છે. કમિટી પોતાની રિપોર્ટ સોંપશે. જ્યારબાદ તેને કાયદાકીય માન્યતા અપાવવાનુ કામ થશે. જો આ નિર્ણય લાગૂ થઈ જાય છે તો જમ્મુ કાશ્મીર પછી દેશનુ બીજુ રાજ્ય હશે. જેનો પોતાનો ઝંડો રહેશે. આ પગલુ એવા સમય ઉઠાવવામાં આવ્યુ છે જ્યારે થોડાક જ મહિનામાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ આ પગલાને રદ્દ કરતા કહ્યુ કે ભારત એક રાષ્ટ્ર છે અને તેના બે ઝંડા નથી હોઈ શકતા.
જ્યા એક બાજુ બીજેપીની સરકાર એક રાષ્ટ્ર અને એક નિશાનની વાત કરે છે તો બીજી બાજુ કર્ણાટક સરકાર દ્વારા જુદા ઝંડાની માંગ કરવો મોટા વિવાદને જન્મ આપી શકે છે. આ પહેલા જ્યારે 2012માં આ મુદ્દો રાજ્યની વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો તો એ સમયે મંત્રી ગોવિંદ એમ કરજોલે કહ્યુ હતુ.. ફ્લૈગ કોડ અમને રાજ્ય માટે જુદા ઝંડાની મંજુરી આપતુ નથી. આપણો રાષ્ટ્રીય ધ્વજ દેશની એકતા અખંડતા અને સંપ્રભુતાનુ પ્રતીક છે.
સમાચાર મુજબ કર્ણાટકને સિદ્ધારમૈયા સરકારે આ પગલુ આ વર્ષમાં થનારા વિધાનસભા ચૂંટણીને જોતા ઉઠાવ્યુ છે. કર્ણાટકમાં જુદા ઝંડાની માંગ ખૂબ પહેલાથી ઉઠતી રહી છે જેને રદ્દ કરવામાં આવી હતી.