Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૂલના મેનેજીંગ ડિરેકટર ડો.આર.એસ. સોઢીની IDFCના બોર્ડમાં નિમણૂંક

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (11:41 IST)
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. (જીસીએમએમએફ)(અમૂલ)ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢીની તા. ૧ જૂન, ૨૦૨૧ ના રોજ યોજાયેલી આઈડીએફની જનરલ એસેમ્બલી પ્રસંગે  ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. અહીં એ નોંધવુ રસપ્રદ રહેશે કે દર વર્ષે ૧ જૂનને “વર્લ્ડ મિલ્ક ડે” તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ડીયન નેશનલ કમિટી ઓફ ઈન્ડીયાએ ડો. સોઢીનુ નામ સૂચવવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.
 
આઈડીએફમાં નિમણુંક પ્રસંગે ડો.સોઢી એ જણાવ્યુ હતું કે “વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનુ પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષીધ્યેયમાં યોગદાન આપવુ અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.”
 
ડો. સોઢીએ સીટીએઈ, ઉદેપુરમાંથી બેચલર ઓફ એન્જીન્યરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સ્નાતક થયા પછી તેમણે ઈન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈરમા)માંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત છે. તે ઈરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. ઈરમામાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કર્યા પછી, તે વર્ષ 1982માંજીસીએમએમએફ(અમૂલ)માંજોડાયાહતા.તાજેતરમાં તેમણે આણંદએગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડોકટર ઓફ સાયન્સ (Honoris Causa) ડીગ્રી પ્રાપ્ત કરી છે. 
 
ડો.સોઢી અમૂલનો 39 વર્ષનો સમૃધ્ધ અનુભવ ધરાવે છે. ડો. સોઢીએ વર્ષ 2010માં જીસીએમએમએફ (અમૂલ) માં મેનેજીંગ ડિરેકટરનુ પદ સંભાળ્યુ હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ તરફથી ચૂકવવામાં દૂધની એકત્રીકરણની કિંમતમાં કિલો ફેટ દીઠ વર્ષ 2009-10માં ચૂકવાતા રૂ. 337થી વધતા રહીને વર્ષ 2020-21માં  કિલો ફેટ દીઠ રૂ. 810 થતાં છેલ્લા 10 વર્ષમાં 140 ટકાનો વધારો થયો છે. પોસાય તેવા ભાવ અને ટેકનોલોજીના સહયોગથી ડો. સોઢી છેલ્લાં 10 વર્ષમાં ખેડૂતોને દૂધનુ એકત્રીકરણ વર્ષ 2009-10માં દૈનિક 91 લાખ લીટરથી 171 ટકા વધારીને વર્ષ 2020-21માં દૈનિક 250 લાખ લીટર સુધી લઈ જવા  માટે પ્રોત્સાહિત કરી ચૂક્યા છે. સમાન ગાળા દરમ્યાન (છેલ્લા 10 વર્ષમાં) ડો.સોઢીના નેતૃત્વ હેઠળ જીસીએમએફના બિઝનેસ ટર્નઓવરમાં 390 ટકાની વૃધ્ધિ હાંસલ કરીને તે વર્ષ 2009-10માં રૂ.8005 કરોડથી વધીને વર્ષ 2020-21માં રૂ.39,238 કરોડ સુધી પહોંચાડયુ છે.
 
તેમણે જીસેમએમએફના ખૂબ પ્રશંસા પામેલા (1) વિશ્વના ઓરિજીનલ એનર્જી ડ્રીંક તરીકે દૂધનો પ્રચાર (2) ‘ઈટ મિલ્ક’ ઝુંબેશ હાથ ધરીને ભારતના યુવાનોને તેમના દરેક ભોજનમાં ડેરી પ્રોડકટસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા (3) અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડીયા જેવા માર્કેટીંગ કેમ્પેઈનની આગેવાની લીધી હતી. તે મેનેજીંગ ડિરેકટર તરીકેના તેમના કાર્યકાળમાં 200થી વધુ નવી પ્રોડકટસ રજૂ કરી ચૂકયા છે.  તેમણે ડીજીટલ/સોશિયલ મિડીયા માર્કેટીંગ ઈનોવેશનનો ડેરી ઉદ્યોગમાં ઉપયોગ કરીને એ બાબતે ખાતરી રાખી છે કે દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો વપરાશ યુવા પેઢીમાં વધે. ડો.સોઢીએ ડેરી સહકારી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પ્રદાનકર્યુ છે તેમાં અમૂલના વિતરણ નેટવર્કનો સમાવેશ થાય છે.તેનાથી ઘણા લોકો માટે રોજગારીની તકો વધી છે. તેમના દિશા નિર્દેશથી આ બ્રાન્ડને નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે. 
 
ડો. સોઢીના નેતૃત્વ હેઠળ, દૂધાળાં ઢોરની ઉત્પાદકતા વધારવા માટે અમૂલે વ્યુહાત્મક ઉત્પાદકતા વૃધ્ધિ કાર્યક્રમ હાથ ધર્યો હતો. અમૂલે ફર્ટિલિટી ઈમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ (એફપીપી) પણ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સમર્પિત અને અનુભવી વેટર્નરી ડોકટરોની ટીમ મારફતે પસંદગીનાં ગામોમાં એનિમલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલસહકારી ચળવળના 36 લાખ ખેડૂતોએ 14 વર્ષના ગાળામાં 8.3 કરોડ વૃક્ષ ઉછેરી આપણા કુદરતી પર્યાવરણની જાળવણી કરી છે. 
 
ડો. સોઢી જણાવે છે કે ભારતનો સહકારી અભિગમ એક આવશ્યક વ્યુહરચના ધરાવે છે કે જેને કારણે   ડેરી ક્ષેત્રના કરોડો ખેડૂતોને લેવલ પ્લેઈંગ ફીલ્ડ મારફતે બજારમાં સશક્તિકરણ હાંસલ થયુ છે અને સાથે સાથે દૂધના મૂલ્યમાં વાજબી હિસ્સો હાંસલ થયો છે.ડેરીક્ષેત્રએ આપણા કૃષિ ક્ષેત્રનુ ગ્રોથ એન્જીન છે. આ ક્ષેત્ર ગ્રાહકોને પોષણ પૂરૂ પાડવા ઉપરાંત ડેરી ક્ષેત્રના ખેડૂતોને સાતત્યપૂર્ણ રોજગારી પૂરી પાડે છે. ડેરી ક્ષેત્રને હાંસલ થયેલ અસરકારક વૃધ્ધિ અને આત્મનિર્ભરતા ડેરી ક્ષેત્રના ખેડૂતો, ભારત સરકાર, એનડીડીબી, અને અન્ય ઘણા સહયોગીઓના સંગઠીત પ્રયાસને કારણે શકય બની છે. આ સંદર્ભમાં ડો. સોઢીની પસંદગીને ભારત માટે ગૌરવ પ્રદાન કરતી બાબત ગણવામાં આવે છે.
 
વિશ્વનુ ડેરી ક્ષેત્ર યુનોના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે વર્ષ 2030 સુધીમાં ભૂખમરો નાબૂદ કરવાનુ ધ્યેય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છે. આ ધ્યેય હાંસલ કરવા માટે અન્ય બાબતોની સાથે સાથે પર્યાવરણલક્ષી ખેતીને પ્રોત્સાહન ઉપરાંત નાના અને સિમાંત ખેડૂતોને સહયોગ આપવાનુ ચાલુ રાખવુ જોઈએ.આનુ કરવાની સાથેસાથે મહિલાઓનુ સશક્તિકરણ કરીને ડેરી સહકારી મંડળીઓ અને પ્રોડયુસર્સ એસોસિએશન્સમાં નેતૃત્વ લેવામાં અને નિર્ણય કરવામાં તેમનોસહયોગવધારવાની આવશ્યકતા છે. 
 
આઈડીએફ એ એક ઈન્ટરનેશનલ નોન-ગવર્નમેન્ટ, નોન-પ્રોફીટ એસોસિએશન છે. તેનુ વિઝન “સલામત અને સાતત્યપૂર્ણ ડેરી પ્રવૃત્તિથી  દુનિયાને પોષણ”  પૂરૂ પાડવાનુ છે. આઈડીએફના સભ્યો તરીકે સામાન્ય રીતે દરેક દેશનાં ડેરી સંગઠનોના પ્રતિનિધિઓ હોય છે.ભારતનુ પ્રતિનિધિત્વ આઈડીએફની નેશનલ કમિટી કરે છે. ભારત સરકારના સચિવ, (એડીએફ) માછીમારી, પશુ પાલન, અને ડેરી મંત્રાલય, આઈએનસી-આઈડીએફના પ્રેસીડેન્ટ છે, અને એનડીડીબીતેનું સેક્રેટેરીયેટ છેઅને તે તેની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

આગળનો લેખ
Show comments