Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

WhatsApp Encryption શુ છે, સરકારના કયા નિર્ણયને લઈને જુકરબર્ગે આપી ધમકી, જાણો સમગ્ર મામલો

whatsapp
, શુક્રવાર, 26 એપ્રિલ 2024 (15:40 IST)
આજના સમયમાં વોટ્સએપ એક જરૂરી ઈંસ્ટેટ મેસેજિંગ એપ બની ચુક્યુ છે. ભારતમાં 50 કરોડથી વધુ અને દુનિયાભરમાં લગભગ 200 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારે માટે કામના સમાચાર છે. વોટ્સએપ ભારતમાં બંધ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આવુ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે વોટ્સએપે એક મામલામા દિલ્હી હાઈકોર્ટમાં કહ્યુ કે જો તેમને  એન્ક્રિપ્શન હટાવવા માટે કહેવામા આવ્યુ તો તેઓ ભારત છોડી દેશે. 
 
WhatsApp Encryption નો શુ છે મામલો 
ઉલ્લેખનીય છે કે મેટા અને વોટ્સએપ દ્વારા ભારતમાં લાગુ કરાયેલા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા હતા. ગુરુવારે આ મામલાની સુનાવણી કરતી વખતે WhatsAppએ કહ્યું કે જો તેમને WhatsApp મેસેજીસમાંથી એન્ક્રિપ્શન દૂર કરવા માટે કહેવામાં આવશે, તો તેમણે ભારતમાં WhatsApp બંધ કરવું પડશે.
 
ભારત સરકારે 25 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ દેશમાં નવા IT નિયમો લાગુ કર્યા. નવા આઈટી નિયમોમાં એવી જોગવાઈ પણ છે કે વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નવા આઈટી નિયમોનું પાલન કરવું પડશે. તમને જણાવી દઈએ કે નવા IT નિયમોમાં, સોશિયલ મીડિયા કંપનીઓ માટે કોઈપણ ચેટને ટ્રેસ કરવા અને ચેટ પ્રથમ કોના દ્વારા જનરેટ કરવામાં આવી હતી તે શોધવાની જોગવાઈ કરવામાં આવી છે.
 
વોટ્સએપ અને મેટાની સુનાવણી દરમિયાન કંપનીના વકીલે કહ્યુ કે અમે એક પ્લેટફોર્મના રૂપમાં કામ કરી રહ્યા છે.  જો આપણે એન્કિપ્શન હટાવવા માટે કહેવામાં આવે છે તો અમે ભારતમાંથી બહાર જવુ પડશે. 
 
WhatsApp Encryption શુ છે 
છેલ્લા કેટલાક સમયથી WhatsApp Encryption ને લઈને ખૂબ વાતો થઈ રહી છે. જો તમે વોટ્સએપનો ઉપયોગ કરોપ છો તો એન્કિપ્શન વિશે નથી જાણતા તો અ મે તમને તેના વિશે બતાવી રહ્યા છીએ. વોટ્સએપની વેબસાઈટના મુજબ વોટ્સએપ એન્કિપ્શન એક પ્રાઈવેસી ફીચર છે. વોટ્સએપનુ કહેવુ છ એકે તેના પ્લેટફોર્મ પર થનારી બધી ચેટ  Encrypted થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Class Ka Video: પપ્પા પોલીસમાં છે, ગોળી મારી દેશે, જ્યારે ટીચરે ઠપકો આપ્યો, બાળકે ધમકાવવાનું શરૂ કર્યું. વિડિઓ જુઓ