નવી દિલ્હી(ભાષા) વિદેશ જવાની મંજુરી માગતી અરજી વિવાદાસ્પદ તાંત્રિક ચંદ્રાસ્વામીએ ઉચ્ચતમ ન્યાયાલય પાસે કરી હતી. જોકે, અદાલતે તેમની અરજી રદ્ કરી નાંખી હતી. ચંદ્રાસ્વામીએ પોતાના શિષ્યોને મળવા માટે વિદેશ જવાની અનુમતિ માગી હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્લી ઉચ્ચ ન્યાયાલય દ્વારા ચંદ્રાસ્વામીને વિદેશ જવાની પરવાનગી આપયા બાદ ઉચ્ચતમ ન્યાયાલયે 26મી ફેબ્રુઆરીના રોજ તેમના વિદેશ જવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.