Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પુર વખતે મેં જાતે સફાઈ કરી છે - ભાભરમાં મોદીનું સંબોધન

Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2017 (15:13 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાભોર ખાતે જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓ રિસોર્ટમાં મોજ કરતા હતાં અને ભાજપના મુખ્યમંત્રીઓ તથા ધારાસભ્યો ઉત્તર ગુજરાતના ગામડાઓમાં પૂર પીડિતોની મદદે દોડી આવ્યા હતાં. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી હતો ત્યારે સુરતમાં પૂર આવ્યુ હતું અને મેં જાતે સુરતમાં મેં જાતે જઇને સફાઇ કરી હતી. મોરબીમાં હોનારત સર્જાઇ ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધી મોઢે માસ્ક રાખીને ફરતા હતા અને આરએસએસના કાર્યકરો સેવાનું કામ કરતા હતાં. મોદીએ જણાવ્યું હતું કે ભાજપે નર્મદાના પાણી ઉત્તર ગુજરાતમાં પહોંચ્યાડ્યા છે. કોંગ્રેસના ત્રણ ગુણધર્મ છે અટકાવવું, લટકાવવું અને ભટકાવવું. બનાસકાંઠાની જનતા ભેદ પારખી લે છે. દુખના કામે ન લાગે તે સગા શું કામના.


પીએમ નરેન્દ્ર મોદીને નીચ આદમી બતાવનાર મણિશંકર ઐયરનું નિવેદન હવે ગુજરાત ઈલેક્શનમા કેન્દ્રમાં આવી ગયું છે. આ નિવેદન બાદ પીએમ મોદીએ કોંગ્રેસ પર ભાભરના સંબોધનમાં ફરીથી પ્રહાર કર્યો હતો. રેલીમાં પીએમએ ઐયરના નિવેદનને ગુજરાતના લોકોનું અપમાન ગણાવ્યું હતું. મોદીએ ક્હયું કે, આ ગાળ મને આપી છે કે, પછી ગુજરાતના લોકોને આપી છે. એટલું જ નહિ, પીએમ મોદીએ મણિશઁકર ઐયરની પાકિસ્તાન મુલાકાત પર નિવેદન આપીને કહ્યું કે, તેઓ પાકિસ્તાનમાં કહી રહ્યા હતા કે, જ્યા સુધી અમે મોદીને રસ્તામાંથી નહિ હટાવીએ, ત્યા સુધી બંને દેશોની સંબંધો નહિ સુધરે. તેમણે કહ્યું કે, શું તે મારી સુપારી આપવા માટે પાકિસ્તાન ગયા હતા. તેઓ એવા નેતા છે, જે પાકિસ્તાનમાં જઈને કહે છે કે, પીએમ મોદીને રોકો. સોશિયલ મીડિયા પર પણ આવો વીડિયો આવ્યો હતો. રસ્તા પરથી હટાવવાનો મતલબ શું છે. શું તેઓ પાકિસ્તાનને મોદીની સુપારી આપી રહ્યાં છે. મણિશંકર ઐયરે મને જે ગાળ આપી છે, તે ગુજરાતને આપી છે. એમને ગુજરાતી પ્રજા જોઈ લેશે. પાકિસ્તાનના લોકો સાથે મીટિંગ કરી હતી. તે પાકિસ્તાનમાં જઈને કહે કે, મુદ્દો કોંગ્રેસની માનસિકતાનો છે. ડોકલામ મુદ્દે કોંગ્રેસ કહે ચીનને પૂછીશું. કોગ્રેસના લોકોને માટે સત્તા જ જોઈએ છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેનાથી તમારી છાતી 56 ઈંચની થઈ કે નહિ. તમને તેનું ગૌરવ અનુભવાયું કે નહિ. તેનાથી સેનાનું મનોબળ વધ્યું કે નહિ. દરેક હિન્દુસ્તાનીને તેનાથી ખુશી થઈ, પંરતુ એકમાત્ર કોંગ્રેસને તેનાથી ખુશી ન થઈ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

11 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Ayodhya Deepotsav 2024: દિપોત્સવમ 250 VVIP અને ચાર હજાર ગેસ્ટ લેશે ભાગ

Rajasthan News: સીકરમાં ભીષણ અકસ્માતમાં 10 ના મોત, 36 થી વધુ લોકો ઘાયલ, ફ્લાયઓવરની પાસે દિવાલ સાથે અથડાઈ બસ

70+ વાળાને આજથી રૂપિયા 5 લાખની મફત સારવાર, આયુષ્યમાન યોજનાથી 6 કરોડ વડીલોને ફાયદો, પીએમ બોલ્યા અફસોસ તેમા દિલ્હી બંગાળ નથી

મહિલા પોલીસકર્મી સાથે કોન્સ્ટેબલ ફરજ પર હતો, તક જોઈને તેણે મોટું કૌભાંડ સર્જ્યું, અન્ય એક સાથીદાર પણ સંડોવાયો.

આગળનો લેખ
Show comments