Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જીટીયુના 75% વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીઓમાં મળ્યું પ્લેસમેન્ટ, અધધ પેકેજની ઓફર

જીટીયુના 75% વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીઓમાં મળ્યું પ્લેસમેન્ટ, અધધ પેકેજની ઓફર
, સોમવાર, 2 મે 2022 (11:12 IST)
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું. જીટીયુ સંચાલીત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી, ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ અને ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી ખાતે ભણતાં પોસ્ટ ગ્રેજ્યુએટ  વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જીટીયુ સંચાલિત આ ત્રણે સ્કૂલના 75% વિદ્યાર્થીઓને વિવિધ મલ્ટીનેશનલ કંપની દ્વારા પસંદગી પામ્યા.
 
ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટની ફાયનાન્સ, માર્કેટીંગ અને હ્યુમન રીસોર્સીસ મેનેજમેન્ટ જેવી શાખાઓ, ફાર્મસી વિભાગની એમ.ફાર્મ ઈન ફાર્માસ્યૂટીકલ્સ રેગ્યુલેટરી અફેર્સ અને એમ.ફાર્મ ઈન ફાર્માસ્યૂટીકલ્સ ક્વાલિટી એસ્યોરન્સ શાખા તથા એન્જિનિયરીંગની સાયબર સિક્યોરીટી, મોબાઈલ કૉમ્યુનિકેશન એન્ડ નેટવર્ક ટેક્નોલોજી જેવી શાખાના વિદ્યાર્થીઓને વિવિધ મલ્ટીનેશનલ કંપની જેવી કે, વિપ્રો, ટાટા, બેંક ઑફ અમેરીકા, ટોરેન્ટ ફાર્મા, જિંદાલ, ઈન્ડિયા માર્ટ, એજ્યુ સ્કીલ જેવી કંપનીઝમાં 7.50 લાખ રૂપિયા સુધીના પેકેજ વિદ્યાર્થીઓને મળ્યાં. ત્રણે પીજી સ્કૂલના કુલ 231 વિદ્યાર્થીઓમાંથી 175 વિદ્યાર્થીઓ જુદી- જુદી કંપનીમાં પસંદગી પામ્યા. જ્યારે બાકીના 56 વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદેશ અભ્યાસ અર્થે તો અમુક દ્વારા પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે.
 
આગામી ટૂંક સમયમાં જ એન્જિનિયરીંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે મેગા ઝોબ ફેરનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે. જેમાં જીટીયુ સંલગ્ન તમામ કૉલેજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. તાજેતરમાં હાથ ધરાયેલા પ્લેસમેન્ટ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની મહેનત અને જીટીયુના ફેકલ્ટીઝના યોગ્ય માર્ગદર્શનનું ઉત્તમ પરિણામ આપણી સામે છે. વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં જીટીયુ અને દેશનું પણ ટેક્નિકલ ક્ષેત્રે નામ રોશન કરશે તેવી અમને ખાતરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં માર્શલે આપની મહિલા કાઉન્સિલરના કપડાં ફાડ્યા, તો એકનું ગળું દબાવ્યું