rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક જ ઝટકામાં રૂ. 32,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિમંત પણ 8100 રૂપિયા વધી - ચેક કરો આજના તાજા ભાવ

gold silver rate
Silver and Gold Price: પશ્ચિમ એશિયામાં વધતી જતા સંકટ વચ્ચે રોકાણકારોએ સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા હોવાથી સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. સોમવારે રાજધાની દિલ્હીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૩,૦૦,૦૦૦ પર પહોંચી ગયો હતો, જ્યારે સોનાનો ભાવ પ્રતિ 10  ગ્રામ રૂ. 1.73 લાખની નજીક પહોંચી ગયો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે ચાંદીનો ભાવ 32,000 રૂપિયા (11.94 ટકા) વધીને રૂ. 3,00,000 પર પહોંચી ગયો હતો, જે ગયા અઠવાડિયે એટલે કે  શુક્રવારે રૂ. 2,68,000 પ્રતિ કિલો હતો.
 
 

1,72,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યો સોનાનો ભાવ 
 

gold silver rate

ચાંદીની જેમ, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ આજે 8,100 રૂપિયા (4.92 ટકા) વધીને 1,72,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. ગયા અઠવાડિયે શુક્રવારે સોનાનો ભાવ 1,64,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. લેમન માર્કેટ્સ ડેસ્કના રિસર્ચ એનાલિસ્ટ ગૌરવ ગર્ગે જણાવ્યું હતું કે, "સોમવારે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો કારણ કે પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સલામત સંપત્તિઓમાં આક્રમક ખરીદી શરૂ થઈ."
 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોઘા થયા સોના-ચાંદી 
 

આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ  116.38 ડોલર અથવા 2.21 ટકા વધીને  5,394.28  ડોલર પ્રતિ ઔંસ થયો, જ્યારે ચાંદી 1.43 ટકા વધીને  95.19  ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ. આ દરમિયાન, ઈરાને સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, જોર્ડન, ઇરાક અને સીરિયા સહિત અનેક પડોશી દેશોમાં યુએસ લશ્કરી અને વ્યૂહાત્મક સંપત્તિઓને લક્ષ્ય બનાવીને બદલો લેવાના હુમલા શરૂ કર્યા. HDFC સિક્યોરિટીઝના સિનિયર વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે સંઘર્ષના વધતા ભૌગોલિક અવકાશે પ્રાદેશિક સ્થિરતા, ઊર્જા માળખાગત સુવિધાઓ અને મુખ્ય વૈશ્વિક વેપાર માર્ગોમાં સંભવિત વિક્ષેપો અંગે ચિંતાઓ ઉભી કરી છે.
 

યુએસ ડેટા પણ કિંમતોને અસર કરશે 
 

LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "આવતું અઠવાડિયું યુએસ માટે ડેટા-હેવી સપ્તાહ રહેશે, જેમાં મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ PMI, ADP નોન-ફાર્મ રોજગાર પરિવર્તન અને બેરોજગારીના આંકડાનો સમાવેશ થાય છે." તેમણે કહ્યું કે ડેટાના પ્રકાશનથી ભાવમાં વધુ અસ્થિરતા આવી શકે છે કારણ કે સહભાગીઓ ફેડરલ રિઝર્વ નીતિ અપેક્ષાઓનું પુનર્મૂલ્યાંકન કરે છે.
 

અમેરિકી આંકડા પણ કિંમતોને કરશે અસર 

   
LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "આવતું અઠવાડિયું યુએસ માટે ડેટા-હેવી સપ્તાહ રહેશે, જેમાં મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ PMI, ADP નોન-ફાર્મ રોજગાર પરિવર્તન અને બેરોજગારીના આંકડાનો સમાવેશ થાય છે." તેમણે કહ્યું કે ડેટાના પ્રકાશનથી ભાવમાં વધુ અસ્થિરતા આવી શકે છે કારણ કે સહભાગીઓ ફેડરલ રિઝર્વ નીતિ અપેક્ષાઓનું પુનર્મૂલ્યાંકન કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય રોકાણકારોએ રૂ. 9 લાખ કરોડ ગુમાવ્યા, સોનું, ચાંદી, ક્રૂડ ઓઇલ... બધું મોંઘુ, ઈરાનમાં તણાવની વિશ્વભરમાં અસર