છેવટે પ્રીતિએ હકીકત સ્વીકારી લીધી. થોડા દિવસો પહેલા પ્રીતિ જિંટા પોતાની એક મહિના લાંબી વિદેશ યાત્રાથી પાછી ફરી. ઘરે પાછા ફર્યા પછી મીડિયા સાથે ચર્ચા કરતા પ્રીતિએ ચોખ્ખા શબ્દોમાં સ્વીકાર્યુ કે નેસથી છુટા પડવાથી તેને ખૂબ જ દુ:ખ થયુ છે, પણ શુ કરુ, આ જ જીવન છે. કોઈ ફિલોસિફરની જેમ પ્રીતિ કહે છે કે જીવન એ જ છે, જેમા કશુ કહી નથી શકાતુ કે ક્યારે કયો મોડ આવે. જીવનનો દરેક અનુભવ તમને કંઈક શીખવે છે. બસ તમારા વિચારો સકારાત્મક રહેવા જોઈએ અને તમારે સતત આગળ વધતા રહેવુ જોઈએ.
શાંત ચિત્ત પ્રીતિ પોતાના એ જ જાણીતા મૂડમાં જોવા મળી હતી, જેને માટે એ જાણીતી છે. તેને જોઈને લાગતુ હતુ કે એ પ્રેમ-યાત્રામાં લાગેલ આધાતમાંથી બહાર આવી ચૂકી છે. તેણે કહ્યુ કે અહીં દરેક વસ્તુ નશ્વર છે, માઈકલ જેક્સન જેવા માણસને પણ મોત આવી જાય છે. જાણવા મળ્યુ છે કે આ મહિનામાં તેણે અમેરિકા સહિત યૂરોપના વિવિધ દેશોની યાત્રાનો આનંદ લીધો. ત્યાં તેણે મિત્રો અને સંબંધીઓ વચ્ચે સારો સમય વિતાવ્યો અને દિલના ઘા પર મલમ લગાડી પાછી અવી. પ્રીતિ પાછી ફરતા જે તેની સાથે સંકળાયેલી વાતો પણ ફેલવા લાગી. જાણવા મળ્યુ છે કે એ બે મોટા બેનરની ફિલ્મો સાઈન કરી છે જોઈએ હવે દિલ તૂટ્યા પછી પ્રીતિનો અભિનય વધુ રંગ લાવે છે કે પછી..... ?