સ્પાની આડમાં ચાલતુ નકલી નોટોનુ કૌભાંડ પકડાયુ
Publish Date: Wed, 06 Apr 2022 (19:03 IST)
Updated Date: Wed, 06 Apr 2022 (19:19 IST)
આણંદ જિલ્લામાં પોલીસની એસઓજી બ્રાન્ચ દ્વારા નકલી નોટ બનાવીને સાચી નોટની જગ્યાએ ચલણમાં ઉપયોગમાં કરતાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા ઘણા સમયથી આ લોકો આવી રીતે નકલી નોટ બનાવીને માર્કેટમાં આવી રીતે નોટ ઘુસડવાનો પ્રયત્ન કરતાં હતા. આ અંગે આણંદ એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
બંને આરોપીઓ પિયુષ વઘાસિયા અને આશિષ વઘાસિયા આણંદના રહેવાસી છે અને આણંદમાં જ 100 ફૂટ રોડની નજીક ક્રિસ્ટલ સ્પા ચલાવતા હતા. ક્રિસ્ટલ સ્પામાં જ બંને 100 રૂપિયાના દરની નકલી નોટો છાપતાં હતા. આણંદ એસઓજી ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે આ આરોપીઓ ક્રિસ્ટલ સ્પામાં હજાર છે અને નકલી નોટો છાપવાનું કામ કરે છે.
બાતમીના આધારે આણંદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જી.એન.પરમાર અને પીએસઆઇ એમ.એચ.રાણા સહિત તેમની ટિમ દ્વારા ક્રિસ્ટલ સ્પા ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યાં આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને તપસ કરી રહ્યા છે કે આ લોકોએ આવી રીતે કઈ કઈ જગ્યાએ નકલી નોટો વટાવી છે. પોલીસે તેમની પાસેથી 100 રૂપિયાના દરની 1226 નોટો, કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર, 2 મોબાઈલ અને 23 નકલી નોટ છાપવાના કાગળ મુદ્દામલ તરીકે જપ્ત કર્યા છે.
આગળનો લેખ