Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભૂલથી પણ યુઝ ન કરશો આ 10 પાસવર્ડ, સેકંડસમાં થઈ જાય છે હૈંક.. જાણો બચવાની રીત

ભૂલથી પણ યુઝ ન કરશો આ 10 પાસવર્ડ, સેકંડસમાં થઈ જાય છે હૈંક.. જાણો બચવાની રીત
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (19:33 IST)
ઑનલાઇન છેતરપિંડી (Online Fraud) ના વધી રહેલા કેસો વચ્ચે આપણે ખૂબ કાળજી રાખવાની જરૂર છે નબળો પાસવર્ડ (Weak Password) નો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. ઘણા લોકો એવા છે કે જેઓ મજબૂત પાસવર્ડ યાદ ન રાખવાને કારણે સરળ પાસવર્ડ સેટ કરે છે. આને કારણે, હેકર્સ માટે તમારા Google એકાઉન્ટ અથવા ફેસબુક એકાઉન્ટ સહિત અન્ય વસ્તુઓના પાસવર્ડને હેક કરવાનું ખૂબ જ સરળ બની જાય છે.
 
આજે અમે તમને 10 સૌથી નબળા પાસવર્ડની (10 Weakest password) યાદી બતાવી રહ્યા છે. આ એવા પાસવર્ડ્સ છે જેનો ઉપયોગ મોટી સંખ્યામાં યુઝર્સ દ્વારા કરવામાં આવે છે, જો કે તે હેક કરવા માટે પણ ખૂબ જ સરળ છે. આ સિવાય અમે તમને તમારા એકાઉન્ટ માટે સારો પાસવર્ડ કેવી રીતે બનાવવો (How to make strong password) તે પણ બતાવીશુ.
 
ભૂલથી પણ ન રાખો આ 10 પાસવર્ડ
 
123456789
12345678
india123
1234567890
qwerty
abcd1234
Iloveyou
password
password123
987654321
 
આ રીતે બનાવો સ્ટ્રોંગ અને યૂનિક પાસવર્ડ 
 
1. પાસવર્ડમાં હંમેશા અક્ષરો, સંખ્યાઓ અને પ્રતીકોનો ઉપયોગ કરો, જેથી અનુમાન લગાવવું મુશ્કેલ બને.
 
2. પ્રયાસ કરો કે તમારો પાસવર્ડ 8 થી 12 અક્ષરો લાંબો હોય. તે જેટલું લાંબુ છે, તેને હેક કરવું વધુ મુશ્કેલ છે.
 
3. હવે મોટાભાગના ખાતાઓ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા શરૂ થઈ ગઈ છે, તેને હંમેશા ચાલુ રાખો.
 
4. સમયાંતરે તમારો પાસવર્ડ બદલો.
 
5. જો તમને પાસવર્ડ યાદ નથી, તો તેને સુરક્ષિત જગ્યાએ લખો. તમારો પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભયંકર બરફમાં ક્રેશ થયા 2 હેલીકોપ્ટર, નજીકમાં જ લોકો કરી રહ્યા હતા સ્કીઈંગ, આ રીતે બચ્યો જીવ