Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભયંકર બરફમાં ક્રેશ થયા 2 હેલીકોપ્ટર, નજીકમાં જ લોકો કરી રહ્યા હતા સ્કીઈંગ, આ રીતે બચ્યો જીવ

ભયંકર બરફમાં ક્રેશ થયા 2 હેલીકોપ્ટર, નજીકમાં જ લોકો કરી રહ્યા હતા સ્કીઈંગ, આ રીતે બચ્યો જીવ
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (19:21 IST)
અમેરિકા (Usa helicopters crash video)ના ઉટાહથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા બે હેલીકોપ્ટર ક્રેશ થતા દેખાય રહ્યા છે. તે જે એરિયામાં ક્રેશ થઈ રહ્યા છે તે સંપૂર્ણ બરફથી ઢકાયેલા છે. મંગળવારે જ્યારે આ દુર્ઘટના  Utah ski slope ની પાસે થઈ. દુર્ઘટના દરમિયાન આસપાસ પણ લોકો હાજર હતા. તે બરફમાં સ્ક્રીઈંગ કરી  રહ્યા હતા. ત્યારે એક બરફનુ વાવાઝોડુ ઉડવા માંડ્યુ અને હેલીકોપ્ટર્સની ક્રેશ લૈંડિંગ થઈ. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

 
આ અકસ્માત સવારે 9.30 કલાકે થયો હતો. જે દરમિયાન બંને હેલિકોપ્ટર નીચે ઉતરી રહ્યા હતા, ત્યારબાદ ત્યાં નેશનલ ગાર્ડની ટ્રેનિંગ એક્સરસાઇઝ ચાલી રહી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યારે બંને હેલિકોપ્ટર ક્રેશ થઈ રહ્યા હતા ત્યારે સ્કીઈંગ કરતા સમયે કેટલાક લોકો પણ ત્યાં હાજર હતા. આ દુર્ઘટનામાં તેનું મૃત્યુ થઈ શક્યું હોત, પરંતુ પાઈલટની બુદ્ધિમત્તાને કારણે તે બચી ગયો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્મદા મહાઆરતી વેબસાઇટનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કરશે ઇ-લોકાર્પણ, ઘેરબેઠા મેળવી શકાશે પ્રસાદી