Webdunia - Bharat's app for daily news and videos

Install App

Go For Gold: ૩૬મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલા ગુજરાતના રમતવીરોને મુખ્યમંત્રીએ આપ્યો 'ગો ફોર ગોલ્ડ'નો ખેલમંત્ર

Webdunia
બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (10:18 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી તા.ર૯મી સપ્ટેમ્બરથી ગુજરાતના ઘર આંગણે યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓનો સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવા માટેનો દરવાજો નેશનલ ગેમ્સ ટૂંક સમયમાં ગુજરાતમાં યોજવાની છે ત્યારે ગુજરાતનો દરેક ખેલાડી આ નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ઊંચા જુસ્સા સાથે સજ્જ છે. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ખેલાડીઓની તૈયારી અને સરકારની જવાબદારીના સંગમથી ખેલકૂદ ક્ષેત્રે ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. સ્પોર્ટસમાં રસ ધરાવતા ગુજરાતનાં દરેક રમતવીરને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રાપ્ત કરાવવા માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી કહ્યું કે ગુજરાતમાં ખેલકૂદ પ્રતિભા પહેલાથી જ ભરપૂર છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની પરંપરા શરૂ કરાવતા આ પ્રતિભાને પ્લેટફોર્મ મળ્યું છે. દાળભાત ખાનારા તરીકેની આપણી છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 
તેમણે કહ્યું કે ૩૬મી નેશનલ ગેમ્સના સફળ આયોજનની પૂર્વ તૈયારીઓથી ગુજરાતમાં ભવિષ્યમાં ઓલમ્પિક ગેમ્સની આયોજનની પીઠિકા તૈયાર થઈ રહી છે. નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે વધુ સજ્જ બનવાના છે. મુખ્યમંત્રીએ ૩૬મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલા ગુજરાતના રમતવીરોને 'ગો ફોર ગોલ્ડ'નો ખેલમંત્ર આપી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. તથા સૌને જ્વલંત સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.
 
ભારતીય રાષ્ટ્રીય બેડમિન્ટન ટીમના કૉચ પુલેલા ગોપીચંદે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, ૭ વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ ૩૬મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તે ગૌરવની વાત જણાવીને  દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓલમ્પિકમાં અંદાજીત ૧૧ હજાર ખેલાડીઓ ભાગ લેતા હોય છે જ્યારે નેશનલ ગેમ્સમાં ૨૦ હજાર ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
 
જેના પરીણામે ગુજરાત ઓલમ્પિકના સફળ આયોજન માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૮ વર્ષમાં  ખેલો ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ પ્રોત્સાહક યોજનાઓ દ્વારા દેશમાં રમત-ગમત ક્ષેત્રે અક્લપનીય વિકાસ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું..Go for Gold કાર્યક્રમ ખેલાડીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, જીત માટેના પ્રયાસો સરળતાથી દેખાય છે પરંતુ પ્રોત્સાહન અદ્રશ્ય હોય છે.જીવનમાં પ્રોત્સાહન સફળતાનો પાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
 
પુલેલા ગોપીચંદે ખેલાડીઓને ફાઇનલ ગૅમ્સના અગાઉના ત્રણ દિવસોમાં ડાયટ, ઉંધ અને સકારાત્મક અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની શીખ આપી હતી.
તેમણે રમતવીરોને રમતમાં મળતી હારમાં પણ ઉત્સાહ રાખીને વિજય તરફ આગેકૂચ કરવાની સલાહ આપી હતી. આ પ્રસંગે શૂટર અંજલિ ભાગવતે જણાવ્યું હતું કે આજે હું ખૂબ ખુશ છું અને મારી ખુશી બેગણી વધી ગઈ છે કારણ કે અમદાવાદથી જ મારી કરિયર શરૂ થઈ હતી. NCC કેડેટ તરીકે અમદાવાદ આવેલી અને કરિયરની પહેલી મેચ અમદાવાદમાં રમેલી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું નક્કી કરેલું.
 
વધુમાં અંજલિએ જણાવ્યું હતું કે સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે, મચ અવેટેડ સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે ગુજરાતનો ખૂબ ખૂબ આભાર. કોઈ પણ ખેલાડી માટે નેશનલ ગેમ્સ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. નેશનલ ગેમ્સ મિની ઓલિમ્પિક જેવી હોય છે, જેમાં ખેલાડી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્ય માટે રમવાનું પ્રેશર ખેલાડીનું ઘડતર કરી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે સક્ષમ બનાવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
 
અંજલિએ જીત્યા પછી કેવું મહેસૂસ થાય એઅંગે જણાવ્યું હતું કે જીતીને પોડિયમ પર ઊભા હોઈએ ત્યારે આઈ એમ ધ બેસ્ટની અનુભૂતિ થાય છે, જે તમને આગળની મજલ માટે આપણને તૈયાર કરી શકે છે. અંજલિએ યુવા ખેલાડીઓને પ્લાનિંગ, લક્ષ્યનિર્ધારણ, સ્પોર્ટ્સ સાયન્સ, આત્મવિશ્વાસ, જીતવાનો જુસ્સો-ઝુનૂન, એનાલિસિસ વગેરે બાબતો પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો અને મૂલ્યવાન સલાહ-સૂચનો આપ્યા હતા. અંજલિએ ગુજરાતી યુવાનોને હોમગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
 
રમત-ગમત અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સ માટે રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે. GO For Gold ઇવેન્ટનું આયોજન રમતવીરોનો ઉત્સાહ વધારવા માટે કરવામાં આવ્યું હોવાનું જણાવી ૩૬ મી નેશનલ ગૅમ્સમા ગુજરાત ટોપ પાંચ માં સ્થાન મેળવે તે માટે સૌ રમતવીરોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.ગો ફોર ગોલ્ડ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા રમતવીરો સહિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત  તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પીક એસોસિએશનના પ્રતિનિધિઓ સહભાગી બન્યાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

Weather Updates- 75 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 14 રાજ્યોમાં વાદળો વરસશે; અહીં તબાહી થશે, પછી કડકડતી ઠંડી પડશે!

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

આગળનો લેખ
Show comments