Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

BJP માં જોડાયા રામ, રામાયણ સીરિયલના જાણીતા અભિનેતા અરુણ ગોવિલ પાર્ટીમાં જોડાયા

BJP માં જોડાયા રામ, રામાયણ સીરિયલના જાણીતા અભિનેતા અરુણ ગોવિલ પાર્ટીમાં જોડાયા
, ગુરુવાર, 18 માર્ચ 2021 (19:13 IST)
રામાયણ સીરિયલથી જાણીતા બનેલા અભિનેતા અરુણ ગોવિલ  (Arun Govil) ગુરૂવારે બીજેપી (BJP) માં સામેલ થઈ ગયા. રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં બીજેપી કાર્યાલયમાં પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી, આ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ પણ હાજર રહ્યા. 
 
બીજેપીમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે કહ્યુ કે આ સમયે આપણુ જે કર્તવ્ય છે તે કરવુ જોઈએ. મને રાજનીતિ આજ પહેલા સમજાતી નહોતી પણ મોદીજીએ જ્યારથી દેશ સાચવયો છે ત્યારથી દેશની પરિભાષા બદલાય ગઈ છે. મારા દિલ દિમાગમા જે હોય છે એ કરી દઉ છુ. 
 
અરુણ ગોવિલે કહ્યુ એક હવએ હુ દેશ માટે યોગદાન આપવા માંગુ છુ અને આ માટે આપણને એક મંચની જરૂર છે અને બીજેપી આજે સૌથી સારો મંચ છે.  તેમણે કહ્યુ કે પહેલીવાર મે જોયુ કે મમતા બેનર્જીને જય શ્રી રામના નારાથી એલર્જી થઈ. જય શ્રી રામ ફક્ત એક જયકારો નથી 
 
5 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની બીજેપીમા એંટ્રીને ખાસ માનવામાં આવી રહી છે.  જો કે હજુ સુધી પાર્ટીએ અરુણ ગોહિલની જવાબદારી શુ શે તે જાહેર કરયુ નથી. એવુ કહેવાય રહ્યુ છે કે અરુણ ગોવિલ બીજેપીના સદસ્ય બન્યા પછી વિધાનસભા ચૂંટણીમાં પણ લડી શકે છે. જો કે આ વિશે પાર્ટી કે ખુદ ગોવિલની તરફથી કોઈ નિવેદન નથી આવ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે અરુણ ગોવિલથી પહેલા રામાયણના બીજા કલાકાર પણ રાજનીતિમાં આવી ચુક્યા છે.  રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા ઉપરાંત હનુમાનની ભૂમિકા નિભાવનારા દારા સિંહ અને રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદી પણ રાજનીતિમાં ઉતરી ચુક્યા છે.  દીપિકા ચિખલિયા બીજેપીની ટિકિટ પર બે વાર ચૂંટણી પણ લડી ચુકી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન ? જાણો શુ બોલ્યા CM વિજય રૂપાણી