હેલ્થ ટિપ્સ : આશાવાદી લોકો રહે છે દિલની બીમારીથી દૂર
ખુશ રહો અને આશાવાદી બનો. આ તમારા હૃદય માટે સારું છે. આવું અમે નહીં, તાજેતરમાં થયેલો એક અભ્યાસ જણાવે છે.હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે 200 સ્ટડીમાં આપવામાં આવેલા આંકડાની સમીક્ષા કરી છે. જેના આધારે સંશોધકોએ જાણ્યું કે જે લોકો ખુશ રહે છે, તેમનામાં હૃદય રોગ કે સ્ટ્રોક આવવાનું જોખમ ઓછું રહે છે. બની શકે કે આવા લોકો સામાન્યપણે એપેક્ષા પ્રમાણે સ્વસ્થ હોય, પણ જે બાબત મહત્વ ધરાવે છે તે એ છે કે તમે કંઇક સારું અનુભવો. આ 'ફીલ ગુડ' જ હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવા જોખમોને ઓછા કરે છે.બીબીસીએ આ સમીક્ષાના આધારે સમાચાર આપ્યા છે કે વ્યક્તિની ઉંમર, સામાજિક-આર્થિક સ્થિતિ, શરીરનું વજન અથવા સ્મોકિંગની ટેવ વગેરે ગમે તે હો., પણ જો તમે આશાવાદી છો, તમારા જીવનથી સંતુષ્ટ છો અને પ્રસન્ન રહો છો તો પૂરી સંભાવના છે કે તમને હૃદયની બીમારી કે બ્લડ સર્ક્યુલેશન જેવી બીમારીઓ પરેશાન નહીં કરે. સૌથી વધુ આશાવાદી લોકોમાં આ રોગોની આશંકા 50 ટકા ઓછી થઇ જાય છે.