ભગવાન શિવના પ્રિય મહિનો શ્રાવણમાં નાગપંચમીનુ મહત્વ પુરાણોમાં બતાવ્યુ છે. નાગપંચમી શુક્લ પક્ષમાં આવે છે આ વખતે 5 ઓગસ્ટના રોજ નાગ પંચમી છે. મહત્વની વાત છે કે આ સોમવારે છે. આ કારણે શિવ ભક્તોના માટે આ દિવસ ખૂબ ખાસ રહેશે. નાગપંચમીના દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે. તેમને દૂધ પણ પીવડાવે છે.
માન્યતા છે કે શ્રાવણના મહિનાના નાગની પૂજા કરવા, નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગ દેવતાની પૂજ કરવાથી નાગદંશનો ભય નથી રહેતો. નાગ દેવતાને પૂજા દરમિયાન કેટલાક વિશેષ મંત્રોનો જ જાપ કરવો જોઈઈ. જે પૂજાને વધુ પ્રભાવશાળી બનાવે છે.
નાગ પંચમી પર નાગ પૂજન દરમિયાન આ મંત્રોનો કરો જાપ
ૐ ભુજંગેશાય વિઘ્મહે,
સર્પરાજાય ધીમહિ,
તન્નો નાગ પ્રચોદયાત
અનંત વાસુકી શેષ પદ્મનાભં ચ મંગજમ
શંખપાલં ધતરાષ્ટ્રકંચ તક્ષક કાલિયં તથા
એતાની નવ નામાનિ નાગાન ચ મહત્મના
સાયંકાલે પઠે નિત્યં પ્રાત:કાલે વિશેષત:
તસ્ય વિષભય નાસ્તિ સર્વત્ર વિજયી ભવેતુ
સર્વ નાગા: પ્રોયંતાં મે યે કેચિતુ પૃથ્વીતલે
યે ચ હેલિમરીચિસ્થા યે ન્તરે દિવી સંસ્થિતા
યે નદીષુ મહાનામા યે સરસ્વતિગામિન:
યે ચ વાપીતડામેષૂ તેષુ સર્વેષુ તે નમ: