Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભાગ્ય ચમકાવવા માંગો છો તો શ્રાવણના ગુરૂવારે કરો આ ઉપાય

ભાગ્ય ચમકાવવા માંગો છો તો શ્રાવણના ગુરૂવારે કરો આ ઉપાય
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:51 IST)
મિત્રો એવુ કહેવાય છે કે બાબા ભોલેનાથે શ્રાવણના ગુરૂવારે જ તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે. 
 
શાસ્ત્રો મુજબ ગુરૂવારનો દિવસ ધન સંપદાના હિસાબથી ખૂબ જ શુભદાયક હોય છે. ગુરૂ ગ્રહ આપણા ભાગ્યના દેવતા હોય છે.  ગુરૂ ગ્રહ વૈવાહિક જીવન અને ભાગ્યના કારક ગ્રહ છે.  ગ્રહોમાં સૌથી મોટો ગ્રહ ગુરૂ માનવામા આવે છે. અને દેવતાઓના ગુરૂ પણ છે. 
 
શ્રાવણના પવિત્ર મહિનામાં ગુરૂવારે મહાદેવની આરાધના કરીને ભોલેનાથને બેસનનો લાડુનો ભોગ લગાવશો તો તેનાથી તમારા ગુરૂ ગ્રહના દોષ દૂર થઈ જશે. ભક્ત શિવ બાબાને પીળા ચોખાનો ભોગ લગાવી શકે છે. પણ ધ્યાન રાખો કે તેમા હળદર ન  નાખશો. પીળા ચોખાનો મતલબ છે કેસરિયા ચોખાનો ભોગ લગાવો.  અને ગુરૂ મંત્ર ૐ બૃ બૃહસ્પતયે નમ: નો 108 વાર જાપ કરો. 
 
 
શ્રાવણ મહિનામાં ગુરૂવારે પૂજા કરતી વખતે કરો આ ઉપાય 
 
- ગુરૂવારે વિષ્ણુ ભગવાનને ઘી નો દીવો પ્રગટાવો. અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો 
 
- ગુરૂવારે શિવ મંદિરમાં જઈને ભગવાન ભોલેનાથની પૂજા કરો.  ગુરૂવારની સાંજે કેળાના છોડ નીચે દીવો જરૂર પ્રગટાવો અને કેળાના વૃક્ષની પૂજા કરો 
 
- ગુરૂવારે પૂજા પછી કેસર અને ચંદનનુ તિલક લગાવો. જો કેસર ન  હોય તો હળદરનો ઉપયોગ કરી શકે છે. 
 
- ગુરૂવારે ગુરૂ સાથે જોડાયેલ પીળી વસ્તુઓ જેવી કે સોનુ હળદર ચણાની દાળ વગેરેનુ દાન કરવુ જોઈએ. 
 
- ગુરૂવારે તમારા માતા પિતા કે વડીલોનો આશીર્વાદ લેવો જોઈએ. આવુ કરવાથી ભાગ્ય પ્રબળ થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.  
 
- ગુરૂવારે સાંજે ગરીબ બાળકોને કેળાનુ દાન કરો તેનાથી જીવનમાં આવતી પરેશાનીઓ અને આર્થિક તંગી દૂર થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાગ પાચમની રોચક કથાઓ