ઈંટરનેશનલ ફુટબોલ ખેલાડી લિયોનેલ આંદ્રેસ મેસ્સી પોતાની જાદુઈ રમત માટે તો ઓળખાય છે. સાથે જ તેઓ પોતાની આલીશાન લાઈફસ્ટાઈલ માટે પણ દુનિયાભરમાં જાણીતા છે. પોતાની રમતથી દુનિયાને દિવાના બનાવનારા મૈસીના શોખ પણ કંઈ ઓછા નથી. શુ તમે જાણો છો દુનિયામાં મૈસી એકમાત્ર એવા ખેલાડી છે, જેમના બંગલા ઉપરથી પ્લેન પસાર કરવાની પણ મનાઈ છે.
ઘરની ઉપરથી ફ્લાઈટ પસાર કરવા પર રોક
સ્પૈનિશ એયરલાઈનસ મુજબ બાર્સિલોનાના હવાઈ મથકનો વિસ્તાર શક્ય નથી. કારણ કે એ સ્થાન પર ઉડાન ભરવી શક્ય નથી. જો કે આવુ પર્યાવરણના નિયમોને કારણે છે. પણ એયરલાઈન્સ આ માટે મૈસીને જ દોષી માને છે.
પ્રતિબંધિત વિસ્તારમાં છે મૈસીનુ ઘર
બાર્સિલોનાના ગાવામાં જ્યા ફુટબોલ સ્ટાર મૈસી રહે છે, તે વિસ્તાર પર્યાવરણના હિસાબથી પ્રતિબંધિત એરિયા છે. આ વિસ્તારમાં પ્લેનના ઉડાવવા પર રોક છે.
ફુટબોલ મેદાનના શેપનુ છે મૈસીનુ ઘર
મૈસીનુ આ ઘર ઉપરથી દેખાવમાં ફુટબોલના શેપ જેવુ જ દેખાય છે. મૈસીનુ આ ઘર અત્યાધુનિક સુવિદ્યાઓથી ભરપૂર છે. તેમનુ આ ઘર સંપૂર્ણ રીતે ઈનવ્યારમેંટ ફ્રેંડલી છે. જેને ઉપરથી જોવામાં ચારેબાજુથી હરિયાલી જ હરિયાલી જોવા મળે છે.
2017માં બાળપણના મિત્ર સાથે કર્યા હતા લગ્ન
અર્જેંટીનાના ખેલાડી લિયોનલ મૈસીએ વર્ષ 2017માં પોતાની બાળપણની મિત્ર અને ગર્લફ્રેંડ એંટોનેલા રોકોજો સાથે લગ્ન કરી લીધા. મૈસી અને રોકુજો બાળપણમાં પડોસી હતા. 5 વર્ષની વયમાં મૈસીએ પહેલીવાર રોકોજોને જોઈ હતી. ત્યારબાદ 13 વર્ષની વયમા તેઓ સ્પેન જતા રહ્યા. જ્યા તેમણે ફુટબોલ ક્લબ બર્સિલોનાને જોઈન કર્યુ. પણ બંને હંમેશા કૉન્ટેક્ટમાં રહેતા હતા. ટૂંક સમયમાં જ આ મૈત્રી પ્રેમમાં બદલાય ગઈ. 2008માં મૈસી અને રોકોજો સાથે રહેવા લાગ્યા તેમના લગ્ન પહેલાથી બે પુત્ર પણ છે.