મીન-આજીવિકા અને ભાગ્ય
મીન રાશીની વ્યક્તિને ક્યા ક્ષેત્રમાં સફળતા મળશે તે જન્મ કુંડળી જોયા પછી જાણવા મળે છે. સામાન્ય રીતે મીન રાશીનો સંબંધ કળા, સંગીત, કાવ્ય અને લેખન સાથે હોય છે. માટે તેઓ આ ક્ષેત્રમાં સારી પ્રગતી કરી શકે છે. તેઓ રહસ્યોં તરફ આકર્ષાય છે અને ભાષા, ખોજ, સમુદ્ર અને કલ્પના સાથે સંકળાયેલ કામમાં રસ દાખવે છે. તેઓ નર્તક, રસાયણશાસ્ત્રી, મરજીવા, તેલ અધિકારી અને ફોટોગ્રાફર બની શકે છે. તેમને સાહિત્ય પ્રભાવિત કરે છે માટે પ્રકાશન કાર્ય પણ કરી શકે છે. તેમના માટે જ્યોતિષી, અંકશાસ્ત્રી, ગુપ્તચર, સૌંદર્ય વિશેષજ્ઞ, જલ સેનાધિકારી સંગ્રહાલય, પુસ્તકાલય, અથવા સેનોટીરિયમના અધ્યક્ષ બની શકે છે. જે મકાનનું મુખ્ય દ્વાર ઉત્તર-પશ્ચિમમાં હોય અથવા મકાનમાં બે, ચાર કે છ કમરા હોય અથવા મકાન શેરીની વચ્ચે હોય તો તેમાં નિવાસ કરવો શુભ છે. મકાન સમુદ્ર કે નદીના કિનારે હોય તો લાભદાયક છે. જન્મસ્થાનથી દૂર તેમનો ભાગ્યોદય થતો જોવામાં આવ્યો છે. તમારી રાશીમાં જો શુક્ર હોય તો તે સ્થાનનું ફળ અશુભ મળે છે. મીન રાશી સાથે બુધ હોય તો તમારું જીવન અશાંત રહેશે અને મગજમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક રહેશે.