Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે જાહેર કરી કોરોનાની સારવાર કરી રહેલી પ્રાઇવેટ હોસ્પિટલોની ફી

ગુજરાત સરકારે જાહેર કરી કોરોનાની સારવાર કરી રહેલી પ્રાઇવેટ હોસ્પિટલોની ફી
, શનિવાર, 16 મે 2020 (16:53 IST)
ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હાલ, સરકારી હોસ્પિટલોની સાથે સાથે કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલોને પૈસા લઈને સારવાર કરવાની છૂટ આપી છે. જોકે, આ હોસ્પિટલો કોરોનાની સારવાર માટે લાખો રૂપિયા વસૂલે છે. ગુજરાત હાઈકોર્ટે આ હોસ્પિટલોની ફી નક્કી કરવાનો આદેશ રાજ્ય સરકારને કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટનાં હુકમ બાદ રાજ્ય સરકારે કોરોનાં સારવાર માટે ખાનગી હોસ્પિટલોની ફી નિર્ધારિત કરી છે.

ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે જાહેર કરેલી ફી પ્રમાણે ખાનગી કોરોના હોસ્પિટલના વોર્ડમાં ગવર્મેન્ટ બેડનાં 4500 અને પ્રાઇવેટ બેડનાં 10,000 રૂપિયા નક્કી કરાયા છે. HDUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 6,750 અને પ્રાઇવેટ બેડનો 14,000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 9,000 અને પ્રાઇવેટ બેડ ચાર્જ 19,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય વેંટીલેશન + આઇસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 11,250, જ્યારે પ્રાઇવેટ બેડનો ચાર્જ 23,000 નક્કી કરાયો છે. આ ભાવોમાં બે ટાઈમ ભોજન, ચા અને નાસ્તાનો પણ સમાવેશ થાય છે. સ્પેશ્યલ ડોક્ટર વિઝીટ, ડાયાલીસીસ અને સ્પેશિયલ લેબ ટેસ્ટનો ચાર્જ અલગ ગણાશે. ખાનગી હોસ્પિટલો કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે લાખો રૂપિયા ઉઘરાવી શકે નહીં તે પ્રકારના કોર્ટના અવલોકન બાદ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટેની ફી સરકારે જાહેર કરી દીધી છે. નોંધનીય છે કે, હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, સામાન્ય માણસને પણ પરવડે તેવી વ્યાજબી ફી કેટલી રાખવી તે અંગે નિર્ણય સરકાર કરે.ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં દર્દીની સારવાર માટે સરકાર શું આપશે અને ખાનગી હોસ્પિટલોએ શું વ્યવસ્થા ઉભી કરવાની રહેશે તે અંગે માર્ગદર્શિકા જારી કરવાનો આદેશ કર્યો હતો.મહામારીના સમયમાં ખાનગી હોસ્પિટલ નફાખોરી ના કરી શકે અને હોસ્પિટલો આનાકાની કરે તો તેમના લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા માટે આ પહેલા કોર્ટે નિર્દેશ જારી કર્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ઓછામાં ઓછા નિયંત્રણો, મહતમ સાવધાની સાથે ખુલે તેવી શક્યતાઓ