Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સપ્ટેમ્બરમાં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ- રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી ક

સપ્ટેમ્બરમાં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ- રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી ક
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (11:44 IST)
રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. રાજ્યના
96 જળાશય હાઈઅલર્ટ પર છે.  ખંભાતના અખાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે વરસાદ પડશે.
 
બુધવાર: ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતાની ચેતવણીને ધ્યાને લઈ સુરત જિલ્લાના દરિયા કિનારાના પર્યટન સ્થળ ડુમ્મસ બીચ, સુંવાલી બીચ તેમજ ઓલપાડ તાલુકાના દરિયા કિનારાઓ પર તા.૩૦/૦૯/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ નિવાસી અધિક કલેકટર, સુરતની યાદીમાં જણાવાયું છે.
 
માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના
 
સુરત:બુધવાર: ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા  સૂચના આપવામાં આવી છે. મત્સ્યોદ્યોગ કચેરીને કોઇ પણ બોટ/હોડીઓને માછીમારી માટેના ટોકન ઈસ્યુ નહીં કરવા તેમજ માછીમારો દરિયો ખેડે નહી તે અંગે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દ્વારા સુચના અપાઈ છે એમ ડિઝાસ્ટર મામલતદાર, સુરતની યાદીમાં જણાવાયું છે
 
બપોરે 3 વાગ્યાથી ગિરનાર પર્વત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર દામોદર કુંડમાં પાણીની જંગી આવક
 
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના આંકડા
 
આમોદ - 1 ઇંચ
અંકલેશ્વર - 2.5 ઇંચ
ભરૂચ - 4.5 ઇંચ
હાંસોટ - 3 ઇંચ
જંબુસર - 2 ઇંચ
નેત્રંગ - 12 મી.મી.
 
 
વાગરા - 3 ઇંચ
વાલિયા - 2 ઇંચ
ઝઘડિયા - 2 ઇંચ
જુનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા
ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ
 
આંબાજળ ડેમમાં પાણીની આવક
 
ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા
 
નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત
 
5 ગામોને કરાયા એલર્ટ 
 
ભાવનગર શહેરનું બોરતળાવ ઓવરફ્લો થતા વિક્ટોરિયા પાર્કનું કૃષ્ણનગર તળાવ પણ ઓવરફ્લો થતા તેનું પાણી નજીકની સોસાયટીઓમાં પહોંચ્યું
 
મકાનોમાં પાણી જ્યારે કાર પણ અડધી પાણીમાં ડૂબી
 
તંત્ર દ્વારા પાણીના નિકાલમાં નડતરરૂપ તમામ દબાણો દૂર કરવા આદેશ 
 
ગીરના ઉપરવાસમાં સારા વરસાદના પગલે ઉનાના રાવલ ડેમ ઓવરફ્લો
 
ડેમના 6 દરવાજા પૈકી 3 દરવાજા 0.30 મીટર ખોલાયા
webdunia
ઉના તથા ગીરગઢડાના નિચાણવાળા 18 ગામોને એલર્ટ કરાયા
ગીરનાર પર્વત ઉપર અને જંગલમાં તોફાની વરસાદ
જૂનાગઢની કાળવો , સોનરખ, ઓજત, ઉબેણ, ભાદર સહિતની નદીઓમાં પુર
વિલીંગ્ડન ડેમ, આનંદપુર ડેમ, હસનાપૂર અને ઓજાર વિયર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો 
ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે ગુલાબ વાવાઝોડું શાહિન વાવાઝોડામાં પરિવર્તિત થશે, ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે