Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજે ગુલાબ વાવાઝોડું શાહિન વાવાઝોડામાં પરિવર્તિત થશે, સાંજે વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે

દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે

આજે ગુલાબ વાવાઝોડું શાહિન વાવાઝોડામાં પરિવર્તિત થશે, સાંજે વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે
, ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (11:19 IST)
બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.  હવામાનના જાણકારોના મતે આજે ગુલાબ વાવાઝોડું શાહિનમાં પરિવર્તિત થઈ જશે અને ત્યાંથી કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચશે. શાહિન ચક્રવાત બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળશે.વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. સાથે સાથે માછીમારોને પણ દરિયામાં નહીં જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

આજે 30 સપ્ટેમ્બરે વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે.વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોય કરવામાં આવી છે.ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. જે આવતીકાલે 80થી 90 કિ.મી. વચ્ચેની રહેશે. જે પહેલી ઓક્ટોબરે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ભરૂચ શહેરમાં એકધારા 14 કલાક વરસાદને કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈની આરા કોલોનીમાં દીપડાએ મહિલા પર કર્યો હુમલો જુઓ મહિલાએ કેવી રીતે જોવાઈ બહાદુરી