મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આખા રાષ્ટ્રમાં વિરોધનો જ્વાળા ફાટી નીકળ્યો હતો. જેનાથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. આજે સોનીયા ગાંધી દ્વારા નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે.
મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાંના પગલે કેન્દ્રીય ગ્રહમંત્રી શીવરાજ પાટીલ,પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર પાટીલ અને છેલ્લે મુખ્યમંત્રી વિલાસ રાવ દેશમુખે રાજીનામુ આપી પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો.
ગઈકાલે સોનિયા ગાંધીના રહેઠાણ સ્થાને યોજાયેલી બેઠકમાં દેશમુખનું રાજીનામું મંજુર કરી લેવાયુ હતું. જ્યારે આજે સોનિયા ગાંધી પક્ષની સમ્મતિ દ્વારા રાજ્યના નવા મુખ્યંત્રીની જાહેરાત કરશે. હાલમાં નવા મુખ્યમંત્રી માટે પક્ષમાં સૌથી વધારે નામ અશોક ચૌહાણનુ લેવામાં આવી રહ્યુ છે.
આ સમાચાર લખાય છે ત્યારે અશોક ચૌહનનું મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થઈ ચૂક્યુ છે પરંતુ માત્ર અધિકારિક જાહેરાત પક્ષ દ્વારા કરવાની બાકી છે.