Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati wedding rituals - વરરાજાનું નાક ખેંચવામાં આવે છે

Gujarati wedding rituals - વરરાજાનું નાક ખેંચવામાં આવે છે
, રવિવાર, 9 ફેબ્રુઆરી 2025 (15:18 IST)
હિન્દુ લગ્ન પરંપરાઓ અને રિવાજોમાં કેટલાક રિવાજો એક જેવા અને દરેક માટે સામાન્ય છે. લગ્ન પહેલાની કેટલીક હિંદુ વિધિઓ: ભારતમાં લગ્નો ઘણી રીત થાય છે. જેમાં મજાક મસ્તી અને રોમાંચ ભરેલા રહે છે. 
વરરાજાને પોંખવા કાજે સાસુ ઉંબરે જાય

પોંખણુઃ
વરરાજાને પોંખવા માટે બનાવેલો રવૈયો, મુશળ, ધૂંસરી, તરાક, સંપુટ વગેરેને વારાફરતી હાથમાં લઈ કન્યાની માતા વરરાજાના માથેથી ઉતારે છે
 
ગુજરાતીમાં એક અનોખુ રિવાજ 
ગુજરાતી લગ્ન વરરાજા જ્યારે વધુના દ્વારે જાન લઈને આવે છે તો  ત્યારે વરરાજાની આરતી ઉતારવામાં આવે છે . વરરાજાની સાસુ મજાકમાં વરરાજાના નાકને ખેંચે છે આ વિધિમાં એક ભાવા આવુ હોય છે કે તમે હવે વરરાજા તમે અમારા અ પરિવારના એક સભ્ય છો  તેથી અમારા પરિવારમાં સ્નેહિલ અને નમ્ર બનીને રહેશો . સાસુ યાદ કરાવે છે કે તે તેમની પુત્રીનો હાથ માંગવા આવ્યો છે! બદલામાં વરરાજા તેનું નાક બચાવવાના પ્રયાસ કરે છે. આ એક મનોરંજક પરંપરા બની જાય છે અને દરેકને હંસાવે છે.

આ એક પ્રકારની વિધિ છે જેમાં વરરાજાને તેની સાસુ અને કન્યા પરિવારના સંબંધીઓ દ્વારા આવકારવામાં આવે છે જેઓ પહેલા આરતી કરે છે અને પછી રમતિયાળ રીતે વરનું નાક ખેંચે છે . ગુજરાતી લગ્નોમાં આ સામાન્ય છે અને તેને પોંકવુ અથવા પોંકના કહેવામાં આવે છે.

આ વિધિ દ્વારા વરને સમજાવવામાં આવે છે કે તે હવે તેમના પરિવારનો એક ભાગ બની ગયો છે. જો તે કોઈ ભૂલ કરશે તો તેને આ ઘરના વડીલોની નિંદા અને ગુસ્સાનો સામનો કરવો પડશે.

Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kids Story- લાલ પરી