Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Yoga For Thyroid Patients- થાઈરાઈડથી છુટકારો મેળવવા માટે ખૂબ કારગર છે આ 4 યોગાસન

yoga
, મંગળવાર, 14 જૂન 2022 (13:03 IST)
યોગાભ્યાસ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી છે આ ઘણી સ્વાસ્થય સંબંધિત રોગોથી છુટકારો અપાવે છે આ મનને શાંત રાખે છે તમે થાઈરાઈડથી છુટારો મેળવવા માટે નિયમિત રૂપથી યોગાભ્યાસ કરી શકો છો. આવો જાણીએ તમે કયા યોગાસન કરી શકો છો. 
 
ઉષ્ટ્રાસન - યોગા મેટ પર ધૂંટણના બળ બેસી જાઓ. તેમની પીઠના પાછળની તરફ નમાવો. તેમની હથેળીઓને પગ પર રાખો. તમારા હાથને સીધા રાખો. ગરદનની ઉપરની તરફ સીધો રાખો. થોડી વાર માટે આ મુદ્રામા રાખો. તે પછી તેને મૂકી દો. આ મુદ્રા બ્લ્ડ સર્કુલેશનમાં સુધાર કરે છે. અસ્થમાના દર્દીઓ માટે આ ખૂબ ફાયદાકારી છે. 
 
શીર્ષાસન - વજ્રાસન મુદ્રાથી શરૂઆત કરવું. તેમની કોણીને નીચે રાખો. હથેળીઓ જોડી હોવી જોઈએ. હથેળીથી તમારા માથાની સામે ફર્શ પર રાખો. હથેળીઓથી માથાના પાછળના ભાગને સહારા આપો. તમારા શ્રોણીને ઉપર ઉપાડો. તમારા માથાને નીચેની તરફ ચાલવુ શરૂ કરો. આવુ ત્યારે સુધી જ કરવુ જ્યારે તમારી પીઠ સીધી ન થઈ જાય. સૌથી પહેલા જમણા પગને ઉપર ઉપાડો અને તેને તમારા ઉપરી શરીરની સાથે સંરેક્ષિત કરવું. પછી તમારા ડાબ પગને ઉપર ઉપાડો. તમારા પગના ઉપરની તરફ સીધુ કરવું. થોડા સેકંડ પમાટે આ મુદ્રામાં રહેવું. આ આસન માંસપેશીઓને મજબૂત બનાવે છે. આ હાઈપોટેંશ્ક, ચક્કર આવવા બગેરેની સમસ્યાને ઓછુ કરે છે. 

હલાસન- પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો. પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિદ્યામુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બે થી પાંચ મિનિટ સુધી વધારો. સાવધાની - રીઢ સંબંધી ગંભીર બીમારી થવાની સ્થિતિમાં અથવા ગળામાં કોઈ ગંભીર રોગ થયાની સ્થિતિમાં આ આસન ન કરો. આ આસનના લાભ - કરોડરજ્જુમાં કઠોરતા હોવી એ વૃધ્ધાવસ્થાની નિશાની છે. હલાસનથી કરોડરજ્જુ નરમ પડે છે. મેરુદંડ સંબંધી નાડિઓના સ્વાસ્થ્યની રક્ષક બનીને વૃધ્ધાવસ્થાના લક્ષણો જલ્દી નથી દેખાતા. હલાસનના નિયમિત અભ્યાસથી અર્જીર્ણ, કબજિયાત, અર્શ, થાઈરોઈડનો અલ્પ વિકાસ, અંગવિકાર, અસમયે વૃધ્ધાવસ્થા, દમો, કફ, રક્તવિકાર વગેરે દૂર થાય છે. માથાનો દુ:ખાવો દૂર થાય છે. 

સર્વાંગાસન - પીઠના બળે સીધા ઊંઘી જાઓ. પગને ભેગા કરો, હાથને બંને તરફ સમાંતર હથેળીઓ જમીન પર રાખો. શ્વાસ અંદર ભરતા આવશ્યકતા અનુસાર હાથની મદદથી પગને ધીમે-ધીમે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતમાં 90 ડિગ્રી સુધી ઉઠાવો. 90 ડિગ્રી સુધી પગને ન ઉઠાવી શકો તો 120 ડિગ્રી પર પગ લઇ જઇને હાથને ઉઠાવી કમરની પાછળ ટેકવો. પાછા ફરતી વખતે પગને સીધા રાખતા પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી દૂર કરી સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન પર દબાણ સર્જતા જે ક્રમમાં ઉપર ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીમે-ધીમે પહેલા પીઠ અને પછી પગને ભૂમિ પર સીધા કરો.
 
આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dark circle Tips - આ ઘરેલુ ઉપાય આંખ નીચેના કાળા કુંડાળાને દૂર કરશે