Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વર્લ્ડ કપ માટે મોદી સ્ટેડિયમમાં પહેલી જ વખત ICU બેડ સાથેની મિની હોસ્પિટલ ઊભી કરાઈ

modi stadium
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (12:54 IST)
modi stadium
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમવાની છે. મેચને પગલે સ્ટેડિયમમાં પહેલી વખત આઈસીયુ બેડ સાથેની મિની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવી છે. તેમજ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે.આ ઉપરાંત સ્ટેડિયમના મુખ્ય 6 ગેટ ઉપર 6 એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી છે. આ 6 એમ્બ્યુલન્સમાંથી 1 ફિલ્ડ ઓફ પ્લે એરિયામાં, 1 પ્લેયર મેડિકલ રૂમ પાસે, 1 સ્પેકટેટર મેડિકલ રૂમ પાસે, 2 રેમ્પ પાસે અને 1 એમબ્યુલન્સ ફાયર સેફ્ટી એરિયા પાસે મુકવામાં આવશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર 6 બેડની મિની હોસ્પિટલ ઉભી કરાઇ છે. આ અગાઉ આઇસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ મુકવામાં આવતી હતી, જેમાં આઇસીયુ સાથેના બે બેડની સુવિધા ઉપલબ્ધ રહેતી હતી. તેમજ એમબ્યુલન્સમાં બે ક્રિટિકલ કેર કન્સલટન્ટ, 4 પેરા મેડિકલ સ્ટાફની સાથે જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવતી હતી.મોદી સ્ટેડિયમની આસપાસની સોસાયટીના રહીશો મેચના દિવસે પૈસા લઈને ઘર પાસે વાહન પાર્ક કરાવે છે. જેના કારણે આવતા - જતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ મેચમાં એવી કોઈ પરિસ્થિતનું નિર્માણ ન થાય તે માટે 15 જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો ટો કરવા માટે ટ્રાફિક પોલીસે 20 ક્રેન મૂકી છે. આટલું જ નહીં જો કોઈ રહીશ વાહન પાર્ક કરાવશે અને તેના કારણે ટ્રાફિક જામ થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સચિન તેંદુલકર અને હરભજનસિંહ અમદાવાદ પહોંચ્યા, ફેન્સ સાથે સેલ્ફી લીધી