Webdunia - Bharat's app for daily news and videos

Install App

Women's Equality Day ક્યારે અને કેમ ઉજવાય છે મહિલા સમાનતા દિવસ, જાણો તેનો ઈતિહાસ અને ઉદ્દેશ્ય

Webdunia
શનિવાર, 26 ઑગસ્ટ 2023 (09:17 IST)
મહિલાઓ એ સમાજનો એક એવો આધારસ્તંભ છે, જેના વિના આ સમાજની કલ્પના કરવી પણ બેકાર છે. સ્ત્રીઓ તેમના જીવનમાં એક સાથે ઘણી ભૂમિકાઓ ભજવે છે જેમ કે માતા, પત્ની, બહેન, શિક્ષક અને મિત્ર. તેમને દરેક સંબંધો નિભાવવા સારી રીતે આવડે છે. મહિલાઓ જ છે જે શીખવાડે છે કે કેવી રીતે વિપરિત પરિસ્થિતિમાં નિષ્ફળતાઓનો મુકાબલો કરવામાં આવે અને સફળતા તરફ ડગ માંડવામાં આવે. 
  
પરંતુ આ બધાની વચ્ચે એક પ્રશ્ન દરેકના મનમાં આવે છે કે શું આજે પણ મહિલાઓ દરેક ક્ષેત્રમાં સમાન છે. આ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 26 ઓગસ્ટે મહિલા સમાનતા દિવસ  ઉજવવામાં આવે છે. મહિલા સંગઠનો આ દિવસને દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ સાથે તેઓ રોજગાર, શિક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં મહિલાઓના સમાન અધિકારોની માંગ કરે છે. 
 
ક્યારથી ઉજવાય રહ્યો છે મહિલા સમાનતા દિવસ ?(When is Women's Equality Day celebrated?)
 
અમેરિકામાં 26 ઓગસ્ટ 1920ના રોજ, 19મા બંધારણીય સુધારા દ્વારા મહિલાઓને પ્રથમ વખત મત આપવાનો અધિકાર મળ્યો. આ સાથે 1971થી મહિલા સમાનતાના દરજ્જા માટે લડત આપનાર મહિલા વકીલ બેલા અબઝુગના પ્રયાસોથી 26 ઓગસ્ટને 'મહિલા સમાનતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ અમેરિકામાં મહિલાઓને બીજા વર્ગના નાગરિકનો દરજ્જો આપવામાં આવતો હતો.
 
મહિલા સમાનતા દિવસનો ઇતિહાસ (History of Women's Equality Day)
 
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગૃહયુદ્ધ પહેલા મહિલાઓના મતાધિકાર માટેની ચળવળ શરૂ કરવામાં આવી હતી. જો આપણે 1830ના દાયકાની વાત કરીએ તો અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં મતદારનો અધિકાર માત્ર શ્રીમંત ગોરા પુરુષોને જ હતો.
 
આ સમય અનેક નાગરિક અધિકાર આંદોલનો જેવા કે ગુલામી,  સંયમ આંદોલન, નૈતિક આંદોલન વગેરે ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા. આ આંદોલનોમાં મહિલાઓએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
ત્યારે 1848 માં સેનેકા ફોલ્સ, ન્યુ યોર્કમાં નાબૂદીવાદીઓ(abolitionists)નું એક જૂથ રચાયું. આ જૂથે મહિલાઓની સમસ્યાઓ અને તેમના અધિકારોની ચર્ચા કરી હતી.
 
ખાસ વાત એ છે કે આ ગ્રુપમાં કેટલાક પુરુષો પણ સામેલ હતા. જોતજોતામાં આ આંદોલન ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગ્યું, પરંતુ સમયની સાથે આ આંદોલનની ગતિ પણ ઓછી થતી ગઈ.
 
આ પછી 1853થી શરૂ થયેલી અમેરિકામાં મહિલાઓના અધિકારોની લડાઈ 1920માં જીતી ગઈ. આ સિવાય ભારતમાં મહિલાઓને બ્રિટિશ શાસન દરમિયાન મતદાનનો અધિકાર મળ્યો હતો.
 
મહિલા સમાનતા દિવસનો ઉદ્દેશ(Objective of Women's Equality Day)
 
આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ એ છે કે મહિલા સશક્તિકરણ (Women Empowerment) ને પ્રોત્સાહન મળે છે. આ સાથે ભેદભાવ, બળાત્કાર, એસિડ એટેક, ભ્રૂણહત્યા જેવા અનેક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાની છે..  જો કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી રહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments