Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ત્રી મતલબ શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ - Happy Woman's Day

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ

આતરરાષ્ટ્રીય મહિલા દિવસ
કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.
આતરરાષ્ટ્રીય મહિલા દિવસ

દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ પણ કહ્યુ, 'તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને એ રાષ્ટ્રની પરિસ્થિતિનુ અનુમાન લગાવી શકો ક હ્હો' તેમની આ વાત ઘણી હદ સુધી યોગ્ય પણ લાગે છે. આઠ માર્ચનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને એક તક આપે છે જ્યારે આપણે અનેક રાષ્ટ્રોની ઉન્નતિને ત્યાંની મહિલાઓના વિકાસ અને જાગૃતતાના માપદંડ દ્વારા સમજીએ.

અતીત અને વર્તમાનની મહિલાઓની તસ્વીરો જોઈએ તો ફેરફારની એક લહેર સાફ જોવા મળે છે પણ ફેરફારની આ યાત્રા લાંબા સંઘર્ષ અને પડકારોથી ભરેલ રહી છે.
આતરરાષ્ટ્રીય મહિલા દિવસ


વર્ષ 1909માં આ યાત્રાની શરૂઆત થાય છે, જ્યારે પહેલીવાર અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીએ 28 ફેર્બુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનુ એલાન કર્યુ. આ પ્રક્રિયા ત્યાં 1913 સુધી ચાલી. આ રીતે વિશ્વમાં પહેલીવાર કોઈ દેશમાં સ્ત્રીઓને સમર્પિત કોઈ દિવસ ઉજવવાની શરૂઆત થઈ.

પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યાના એક અઠવાડિયા પછી એક દર્દનાક દુર્ઘટના થઈ. ન્યૂયોર્ક સીટીમાં 25 માર્ચના રોજ થયેલ ભીષણ અગ્નિકાંડમાં 140થી વધુ કામકાજી સ્ત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. જેમા મોટાભાગની ઈતાવલી અને યહૂદી સ્ત્રીઓ હતી. આ ઘટનાએ સ્ત્રીઓની કામકાજની સ્થિતિઓ તરફ ધ્યાન ખેચ્યુ અને મહિલાઓના મુદ્દામં આ પણ એક મુદ્દો બની ગયો.
આતરરાષ્ટ્રીય મહિલા દિવસ

ત્યારબાદ 1914માં પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલા રૂસમાં શાંતિની અપીલ કરનારી મહિલાઓએ ફેબ્રુઆરીના અંતિમ રવિવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવ્યો આ વર્ષે વિચાર-વિમર્શ પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે આઠ માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ત્યારથી દુનિયાભરમાં આ જ દિવસે આને ઉજવવામાં આવે છે.

તેમા કોઈ શક નથી કે નવી સદી અને બદલતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી રહી છે પરંતુ ક્યાંક ક્યાક હજુ પણ પિતૃસત્તાત્મક માનસિકતા મહિલાઓની મજબૂત સ્થિતિ પર ગ્રહણ પણ લગાવે છે. રાષ્ટ્રની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી શક્ય બની શકે છે. શરત એ કે આધુનિક સમાજમાં આપણે બધા આ મંત્રની સાથે સ્ત્રીઓનુ સ્વાગત કરીએ, 'યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતા'.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સવારમાં કોફી પીવાની ટેવ હોય તો ચેતજો!