વાઈબ્રન્ટ ગુજરાત સંમેલનને લઈને ગાંધીનગર દુલ્હનની જેમ સજી ગયુ છે. રોશની રંગોથી સજેલી આ મનમોહક તસ્વીર દાંડી કુટીર સોલ્ટ મ્યુઝીઇમની છે, જે મહાત્મા મંદિરની ઠીક સામે છે. આ મહાત્મા ગાંધીના જીવન અને કર્મો સાથે જોડાયેલ યાદોનો એક સંગ્રહાલય છે. આ કુટીરનુ ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં વાઈબ્રન્ટ સંમેલન અને પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન કર્યુ હતુ.