Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગરમ તવા પર પાણી શા માટે નહી નાખવુ જોઈએ? નુકશાન જાણીને ચોંકી જશો

ગરમ તવા પર પાણી શા માટે નહી નાખવુ જોઈએ? નુકશાન જાણીને ચોંકી જશો
, ગુરુવાર, 11 ઑગસ્ટ 2022 (00:32 IST)
Vastu Tips for Tava- વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓ, તેના સારા ઉપયોગથી લઈને તેમાં રાખેલી વસ્તુઓ સુધીના વિશે જણાવ્યુ છે. આટલુ જ નહી વાસ્તુ શાસ્ત્રની મુખ્ય વસ્તુઓના સાચી રીતે ઉપયોગ વિશે પણ માર્ગદર્શન આપે છે. જેમ કે રસોડામાં  વપરાતા વાસણ, ઈલેક્ટ્રીક આઈટમ્સ વગેરે. આશરે દરેક ભારતીય ઘરના રસોડામાં રોટલી બનાવવા તવા હોય છે. આ તવાને કેવી રીતે વાપરવો જોઈએ અને તેને સાચી રીતે રખ-રખાવ કેવી રીતે કરવુ જોઈએ તેના વિશે જાણવુ ખૂબ જરૂરી છે નહી તો મોટા નુકશાન ઉઠાવવા પડી શકે છે. 
 
ભારે પડશે ગરમ તવા પર પાણી નાખવુ 
ઘરમાં હમેશા વડીલ ઘણી વાત માટે ના પાડે છે. આ વાત અમારી જૂના સમયથી ચાલી આવી રહી પરંપરાનો ભાગ છે. તેમાંથી એક છે ગરમ તવા પર પાણી નાખવું. ગરમ તવા પર પાણી નહી નાખવુ જોઈએ. આ વાત દાદી-નાનીના મોઢાથી સાંભળી હશે પણ આજે જાણીએ છે કે આવુ શા માટે નહી કરવુ જોઈએ. 
 
- વાસ્તુ શાસ્ત્રના મુજબ ગરમ તવા પર પાણી નાખવાથી છન્ના આવાજ આવે છે જે શુભ નહી હોય છે. આ આવાજથી ઘરમાં નકારાત્મકતા લાવે છે. તે ઘરના સભ્યને કોઈ રોગનો શિકાર બનાવી શકે છે. 
 
- આ પણ માન્યતા છે કે ગરમ તવા પર પાણી નાખવાથી મૂશળાધાર વરસાદ હોય છે. આવી વરસાદ તબાહીનો કારણ બને છે. તેથી દાદી-નાની આવુ કરવાની ના પાડતા હતા. 
 
- તવાનો સંબંધ રાહુથી સંકળાયેલો ગણાયુ છે. તેથી તવાની સાફ-સફાઈ, સંભાળમાં ગડબડી મોટી પરેશાનીનો કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ તવાને કિચનમાં હમેશા એવી જગ્યા પર રાખવુ જોઈએ જ્યાંથી તે બહારના માણસને ન જોવાય. 
 
- તવાને ક્યારે પણ ઉંધો કે ઉભો ન રાખવુ જોઈએ. 
 
- તવાને ક્યારે પણ ગંદો ન રાખવુ. તેના વાપર્યા પછી હમેશા તેને સારી રીતે સાફ કરીને જ રાખવુ. નહી તો આ કંગાળીનો કારણ બને છે. 
 
- જ્યારે પણ રોટલી બનાવવી શરૂ કરવી. તવા પર મીઠુ છાંટવુ . આવુ કરવાથી ઘરમાં કયારે પણ ધન-ધાન્યની કમી નહી રહે છે. તેમજ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તવા જીવજંતુ રહિત થઈ જાય છે. અને તેના પર બનેલી રોટલીઓ ખાવાથી રોગો નહી હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

9 ઓગસ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને થશે ફાયદો