Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ - ઘરમાં ન હોવી જોઈએ આ 10 વસ્તુ નહી તો થશે નુકશાન

Webdunia
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (12:57 IST)
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં અનેકવાર એવી વસ્તુઓ હોય છે જેને આપણે નજર અંદાજ કરી દઈએ છીએ પણ આ આ ધ્યાન બહારની વસ્તુઓ નુકશાન અને પરેશાનીનું કારણ બને છે. આજે અમને તમને 10 એવી વસ્તુઓ વિશે બતાવીશુ જેના ઘરમાં રહેવાથી ધન અને સુખમાં કમી આવે છે. 
 
- ઘરમાં કબૂતરોનો માળો બનાવવો વાસ્તુ વિજ્ઞાન મુજબ અશુભ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે તેનાથી ઘર પર મોટી મુસીબત આવે છે. 
- મધુમાખી કે લાલ ભમરી ઘરમાં ઘર કરે તો તેને હટાવી દો. તેનુ ઘરમાં હોવુ અશુભ સૂચક હોય છે. તેનુ કારણ એ છે કે તેને કારણે અનેકવાર મોટી દુર્ઘટનાઓ બને છે. 
- કરોળિયાનુ જાળુ ઘરમાં ન લાગવા દેવુ જોઈએ. વાસ્તુ વિજ્ઞાન મુજબ તેનાથી ગૂંચવણ અને પરેશાની વધે છે. 
-ઘરમાં જ્યા કાંચ કે તૂટેલો અરીસો હોય તો તેને ઘરમાંથી બહાર કરી દો. વાસ્તુ વિજ્ઞાન મુજબ તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
- ઘરમાં ચામાચીડિયાનો પ્રવેશ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરમાં ચામાચીડિયાનુ આવવુ એકલતાની નિશાની છે. તેનો મતલબ ઘરમાં રહેનારા લોકો ઘર છોડીને જઈ શકે છે કે ઘરમાં કંઈક અમંગળ થઈ શકે છે. 
-ઘરની અગાશી પર ભંગાર અને બેકારની વસ્તુઓ ન પડી રહેવા દો. 
-પૂજા ઘરમાં વાસી ફૂલ એકત્ર ન થવા દેશો 
-ઘરની સ્ત્રીઓ ઘરની લક્ષ્મી કહેવાય છે તેથી તેમના પહેરવાના રોજના વસ્ત્રો પર પણ ધ્યાન રાખવુ જોઈએ તેમના વસ્ત્રો ફાટેલા ન હોવા જોઈએ 
- ઘરના નળ લીકેજ ન રહેવા જોઈએ 
- ઘરમાં કોઈપણ વસ્તુ બગડેલી ન રહેવા દેશો  જેવી કે પંખો હોય કે ઘડિયાળ હોય કે મિક્સર દરેક વસ્તુ સારી હાલતમાં હોવી એ જીવંતતાની નિશાની છે. બગડેલી વસ્તુઓ ઘરમાં નિરાશાનુ વાતાવરણ ઉભુ કરે છે 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

9 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકોને મળશે શનિદેવનો આશિર્વાદ

8 નવેમ્બરનું રાશીફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે દેવી લક્ષ્મીની કૃપા

Rahu Gochar 2024: 10 નવેમ્બરથી બદલાશે છાયા ગ્રહની ચાલ, 5 રાશિઓ થઈ જશે માલામાલ

7 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે જલારામ બાપાની કૃપા

6 નવેમ્બરનું રાશિફળ - આજે લાભ પાંચમના દિવસે આ રાશિઓને થશે લાભ જ લાભ

આગળનો લેખ
Show comments