Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Vastu Tips For Shortage of Money - નથી ઉતરી રહ્યો કર્જનો બોજ ? અપનાવો આ ઉપાય તો નહી રહે પૈસાની કમી

vastu tips
, મંગળવાર, 14 જૂન 2022 (07:39 IST)
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે આપને બતાવીશુ કર્જથી બચવાના ઉપાય વિશે. કેટલીક મજબૂરોના કારણે અનેકવાર આપણને કર્જ લેવુ પડે છે. આપણે કર્જ લઈ તો લઈએ છીએ પણ તેને ચુકાવી શકતા નથી. ભલે કેટલી પણ કોશિશ કરી લો. છતા પણ કંઈક ને કંઈક ચુકવવુ બાકી જ રહી જાય છે.  તો આવો જાણીએ વાસ્તુ મુજબ કેવી રીતે ખુદને તમે કર્જના બોજથી બચાવી શકો છો. 
 
- કર્જનો હપ્તો ચુકવવા માટે હંમેશા મંગળવારનો દિવસ પસંદ કરવો  જોઈએ. આ દિવસે કોઈને પૈસા પરત કરવાથી કર્જ જલ્દી ઉતરી જાય છે. 
-  ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં બનેલો વૉશરૂમ પણ વ્યક્તિ પર કર્જનો બોઝ વધારી શકે છે. તેથી ઘરની આ દિશામાં વૉશરૂમનુ નિર્માણ કરાવો. 
- આ ઉપરાંત ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશામાં કાંચ લગાવવો કર્જ મુક્તિ માટે સારુ માનવામાં આવે છે. પરંતુ કાંચની ફ્રેમ લાલ,  સિન્દુરી કે મરુણ રંગની ન હોવી જોઈએ. સાથે જ કાંચ જેટલો હલકો અને આકારમાં મોટો હશે તેટલુ તમારે માટે લાભદાયક રહેશે. 
- જે ઘરમાં વચ્ચે ત્રણ થી વધુ દરવાજા હોય તેની વચ્ચે ક્યારેય ન બેસશો. નહી તો જ્ઞાન પણ ઘટી જશે અને તિજોરી પણ ખાલી થઈ જશે.  જો મુખ્ય દરવાજા પાસે ઝાડ, ટેલીફોન વીજળી કે થાંભલા કે અન્ય કોઈ વસ્તુનો પડછાયો પડતો હોય તો તેને તરત જ દૂર કરો કે પછી પાકુઆ અરીસો લગાવી લો. પાકુઆ અરીસો મુખ ઘરની બહાર હોવો જોઈએ. 
- ઉત્તર દિશાનો પ્રમુખ દેવતા કુબેર છે અને આ દિશાનો સ્વામી બુધ ગ્રહ છે, ભૌતિક સુવિધાનો સ્વામી છે. આ દિશાને કચરાનું સ્થળ બનાવીને અથવા તેને કચરો રાખવાથી નાણાંનું નુકસાન થાય છે. તમે જેટલુ કમાશો બધો ખર્ચાય જશે. હંમેશાં આ દિશાને સાફ રાખો 
- વાસ્તુ મુજબ ઘરમાંથી દક્ષિણ દિશા તરફ પાણીનો પ્રવાહ ઘરમાં રહેતો નથી. આનાથી બગાડ થાય છે અને પૈસાની ખોટ થાય છે. ઉત્તર દિશાને પાણીના સ્રાવ માટે સૌથી યોગ્ય દિશા માનવામાં આવે છે. 
- ઘરના અન્ય ભાગોની જેમ, બાથરૂમ પણ કોરુ હોવું જોઈએ અને તેની સ્વચ્છતા માટે વિશેષ કાળજી લેવી જોઈએ. વાસ્તુ મુજબ બાથરૂમ હંમેશા ભીનું રાખવાથી દેવાની સ્થિતિ સર્જાય છે.સંપત્તિ જાળવવા હંમેશા બાથરૂમ ભીનું ન રાખો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Name plate vastu rules વાસ્તુમાં નેમ પ્લેટનું મહત્વ, આ રીતે લગાવશો તો નામ, કીર્તિ અને ધનમાં વધારો થશે