Swastik- સાથિયો એ એક વિશેષ પ્રતીક છે જે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા બનાવવામાં આવે છે. કોઈ પણ પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિક (સાથિયો) નું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે કે સ્વસ્તિક શુભ અને લાભમાં વધારો કરનારો હોય છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં, સ્વસ્તિક પ્રતીકને ભગવાન વિષ્ણુનું સ્થાન અને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વસ્તિકનો સંબંધ અસલમાં વાસ્તુ સાથે છે. તેની બનાવટ એવી હોય છે કે દરેક દિશામાં એક જેવો દેખાય છે. પોતાની બનાવટની આ ખૂબીને કારણે તે ઘરમાં રહેલા દરેક પ્રકારના વાસ્તુદોષને ઓછા કરવામાં સહાયક હોય છે.
શાસ્ત્રોમાં સ્વાસ્તિકને વિષ્ણુનુ આસન અને લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કંકુ અને સિંદૂરથી બનેલ સ્વસ્તિક ગ્રહ દોષને દૂર કરનારો હોય છે અને ધન કારક યોગ બનાવે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ અષ્ટઘાતુનો સ્વસ્તિક મુખ્ય દ્વારની પૂર્વ દિશામાં મુકવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.