Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ક્યારેય કોઈના હાથમાં ન મુકશો આ 5 વસ્તુઓ, કિસ્મત રિસાઈ જશે, ધનનુ થશે નુકશાન

vastu tips
, સોમવાર, 24 જૂન 2024 (03:20 IST)
vastu tips
શાસ્ત્રોમાં કેટલીક એવી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે જેને કોઈના હાથમાં આપવી શુભ નથી માનવામાં આવતી. આજે અમે તમને આવી વસ્તુઓ વિશે માહિતે આપીશુ 
 
 હંમેશા વડીલો દ્વારા આપણને સમજાવવામાં આવે છે કે પૈસાની લેવડ-દેવડ ખૂબ સમજી વિચારીને કરવી જોઈએ. પ ધન સાથે જ કેટલીક અન્ય વસ્તુઓ પણ કોઈના હાથમાં ખૂબ જ સમજી વિચારીને આપવી જોઈએ, એવુ માનવામાં આવે છે કે આ વસ્તુઓને કોઈના હાથમાં આપવાથી તમને આર્થિક નુકશાન થઈ શકે છે. આજે અમે તમને કેટલીક આવી જ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છીએ. 
 
કોઈના હાથમાં ન આપશો આ 5 વસ્તુઓ 
 
- તમે ક્યારેય પણ પીળી સરસવ કોઈના હાથમાં ન આપવી જોઈએ. જો તમે આવુ કરોછો તો એવુ માનવામાં આવે છે કે તમારી લક્ષ્મી તમે બીજાના હાથમાં આપી રહ્યા છો.  તેથી આ ભૂલ કરવાથી બચવુ જોઈએ. તમારી આર્થિક સ્થિતિ માટે આવુ કરવુ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. 
 
- મીઠા સાથે જોડાયેલ કેટલાક ઉપાયો અને સાવધાનીઓ વિશે તમે સાંભળ્યુ હશે.  મીઠુ એક એવો પદાર્થ છે જેનો ઉપયોગ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના કાર્યોમાં કરવામાં આવે છે.  તેથી તમારે ક્યારેય પણ કોઈના હાથથી પોતાના હાથમાં મીથુ ન લેવુ જોઈએ કે ન તો તમારા હાથથી કોઈના હાથમાં મીઠુ અપવુ ન જોઈએ. એવુ માનવામાં આવે છે કે જો તમે કોઈના હાથમાંથી તમારા હાથમાં મીઠુ લો છો તો તમે કાયમ માટે તેના કર્જદાર થઈ જાવ છો. સાથે જ મીઠુ આપનારના જીવનમાં પણ આર્થિક  પરેશાનો આવવા માંડે છે. 
 
આ વસ્તુઓ ઉપરાંત તમારે તમારો રૂમાલ પણ ક્યારેય કોઈને ન આપવો જોઈએ. જો તમે કોઈને રૂમાલ આપો છો, તો તેની તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે તમે કર્જ
 હેઠળ દબાઈ શકો છો. તેની સાથે પારિવારિક જીવનમાં પણ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
 
જો કે પાણીનું દાન કરવું એ મહાન દાન કહેવાય છે, તમારે ક્યારેય કોઈના હાથમાં પાણી રેડીને તેને પીવડાવવું જોઈએ નહીં. જો તમે આ રીતે કોઈને પાણી આપો છો તો તે તમારા માટે તેમજ અન્ય વ્યક્તિ માટે પણ શુભ માનવામાં આવતું નથી. આમ કરવાથી બંને દેવા હેઠળ ડૂબી શકે છે. હા, જો તમે વાસણમાં પાણી નાખીને કોઈને પીવડાવો તો તમને દાનનું પુણ્ય મળે છે.
 
માન્યતાઓ અનુસાર લાલ મરચું ક્યારેય કોઈને ન આપવું જોઈએ. આવું કરવાથી તમારી સામેની વ્યક્તિ સાથેના સંબંધો બગડી શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે. આમ કરવાથી મધુર સંબંધોમાં પણ ખટાશ આવવાની શક્યતા રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો