જ્યોતિષશાસ્ત્રમાં વાસ્તુનુ ખૂબ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક દિશાનો સંબંધ કોઈને કોઈ ગ્રહથી થાય છે. જો જન્મની તારીખને ધ્યાનમાં મુકીને તેની સાથે સંબંધિત દિશામાં વાસ્તુની વસ્તુ મુકી જાય તો તેનાથી અનેક લાભ થાય છે. તેનાથી ન ફક્ત તમારુ નસીબ ચમકી શકે છે પણ ધન લાભ પણ થાય છે. મૂલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખએન સિંગલ ડિઝીટમાં કાઢવી પડશે. મતલબ જો તમારી જન્મ તારીખ 12 છે તો તમારો મૂલાંક 1+2= 3, જો તમારી જન્મ તારીખ 29 છે તો તમારો મૂલાંક હશે 2+9=11, પરિણામ બે અંકોમાં આવતા આ બંને અંકોને ફરીથી પરસ્પર જોડી દો 1+1=2.
મૂલાંક 1 વાળાની શુભ દિશા પૂર્વ છે. આ અંકવાળા વ્યક્તિએ પૂર્વ દિશામાં વાંસળી મુકવી જોઈએ.
મૂલાંક 2 વાળા લોકોએ ઉત્તર-પશ્ચિમ દિશામાં સફેદ રંગનો કોઈ શો પીસ મુકવો જોઈએ.
મૂલાંક 3 વાળા લોકોએ ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ મુકવો જોઈએ.
મૂલાંક 4 ના લોકોએ દક્ષિણ-પશ્ચિમ દિશામાં કાંચની કોઈ વસ્તુ મુકવી જોઈએ.
મૂલાંક 5 વાળા લોકોએ પોતાના ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મી કે કુબેરની મૂર્તિ લગાવો
મૂલાંક 6 વાળા હોય તેમને દક્ષિણ-પૂર્વ દિશામાં મોર પંખ મુકવો.
મૂલાંક 7 વાળા જાતકોએ ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ મુકવો
મૂલાંક 8 ના જતકોએ પોતાના ઘરની પશ્ચિમ દિશામાં કાળા રંગનો ક્રિસ્ટલ મુકવો.
મૂલાંક 9ના જાતકોએ ઘરની દક્ષિણ દિશામાં પિરામિડ મુકવો.