- તમે તમારા મકાનની બહાર એ નકારાત્મક ટી ની તરફ મોઢુ કરીને 6 ઈંચનો અષ્ટકોણ આકારનો એક અરીસો લટકાવી દો. આવુ કરવાથી દક્ષિણ અને પશ્ચિમ દિશાઓની સંપૂર્ણ વાસ્તુદોષ ઠીક થઈ જશે.
- તમરા મકાનમાં રૂમની બારી, દરવાજો કે બાલકની એવી દિશામાં ખુલતી હોય જ્યા કોઈ ખંડેર જેવુ મકાન આવેલુ હોય, અથવા કોઈ ઉજ્જડ જમીન કે પ્લોટ પડેલો હોય કે પછી વરસોથી બંધ પડેલુ મકાન હોય, સ્મશાન કે કબ્રસ્તાન આવેલુ હોય તો આ અત્યંત અશુભ છે. આવા મકાનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવવા માટે એક કાચની પ્લેટમાં થોડા ફટકડીના નાના-નાના ટુકડા બારી, દરવાજા કે બાલકનીની પાસે મુકી દો તેમજ તેને દર મહિને નિયમથી બદલતા રહો તો વાસ્તુદોષથી મુક્તિ મળે છે.
- જો મકાનના કોઈ રૂમમાં સૂવવાથી જુદા જુદા ભયાનક સપના આવતા હોય અને જેના કારણે તમને આખી રાત ઉંધ ન આવતી હોય, ખરાબ સપના જોયા પછી નાના બાળકો જલ્દી સૂઈ નથી શકતા અને આખી રાત જાગે છે અથવા રડતા રહે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા રૂમમાં એક જીરો વોટનો પીળા રંગનો નાઈટ લેમ્પ અથવા બલ્બ લગાવી રાખો. આ એ રૂમમાં બહારથી આવનારી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે.
- ક્યારેક બાળકોને મકાનમાં કોઈ રૂમમાં એકલા જવાનો ભય લાગે છે, એ રૂમમાં સૂવવાના નામથી જ તેઓ ભયથી કાંપી ઉઠે છે, આવા સમયે બેડ કે પલંગના માથા તરફ (જ્યાં માથુ મૂકીને સૂતા હોય) ના બંને કિનારોમાં તાંબાના તારથી બનેલી સ્ર્પિંગ જેવી કડીઓ નાખી દો. આ કડીઓ નકારાત્મક ઉર્જા દૂર કરે છે. કડીઓને ખૂણામાં નાખવાથી લાભ ઝડપથી થાય છે.
- જો કોઈ મકાનની છત ઉપર પૂર્વ, ઉત્તર કે પૂર્વાત્તર દિશાઓમાં રૂમ, સ્ટોરરૂમ કે સર્વંટ રૂમ વગેરે બનેલા હોય અને આ ત્રણે દિશાઓ દક્ષિણ-પશ્ચિમના નેઋત્ય ખૂણાથી ઉંચી બનેલી હોય તો આવા મકાન મકાનમાલિકને ક્યારેય સુખ નથી આપતા. મકાનમાલિક કાયમ પરેશાન અને દુ:ખી રહે છે.
આવા મકાનના માલિક પોતાના જીવનમાં કાયમ નોકરીઓ બદલતા રહે છે અથવા વેપારમાં નસીબ અજમાવતા રહે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મકાનના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં છત ઉપર એક પાતળો લોખંડનો પાઈપ અને તેના પર પીળી કે લાલ રંગની ધજા લટકાવી દો. જેનાથી દક્ષિણ-પશ્ચિમનો ખૂણો સૌથી ઉંચો થઈ જાય છે.
આ રીતે નાના-મોટા ઘણા ઉપાયો દ્વારા નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવી શકાય છે.