આજકાલ ટોયલેટ, વૉશરૂમ ખૂબ વધુ શણગારવાની ફેશન ચાલી રહી છે.
ફેંગશુઈ મુજબ ટોયલેટ વધારે શણગારવાથી મકાનમાં એકત્ર સકારાત્મક ઉર્જાનો ફ્લેશ થઈ જાય છે. આથી ટોયલેટ વોશરૂમને વધારે શણગારવામાં વાસ્તું સમ્મત નથી.
આધુનિક ઘરોમાં દરેક બેડરૂમની સાથે એકથી વધારે ટૉયલેટ અને બાથરૂમ બનાવવાનું પ્રચલન ચાલી રહ્યું છે. ભવન બનાવતી વખતે ધ્યાન રાખો, કે મુખ્ય દ્વારના સામે કે જમણી બાજુ બારણા ખોલવા અશુભ હોય છે અને એનાથી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાય છે.
વૉશરૂમમાં લોકો રંગ-બેરંગી બાલટી મુકે છે પણ વાસ્તુનું માનીએ તો બ્લૂ (blue) રંગની બાલ્ટી ઘરમાં શુભ્રતા અને સકારાત્મકતા લઈને આવે છે. તેને હમેશા વૉશરૂમમાં સ્વચ્છ પાણીથી ભરીને મૂકો. આવું કરવાથી ઘરમાં ખુશહાલી બની રહે છે.
વૉશરૂમનું બારણુ બંધ કરી રાખો. કયારેય પણ ખુલ્લુ ન મુકવું. ઘર અને વોશરૂમમાં જુદી-જુદી ઉર્જાઓ હોય છે જે સંસર્ગમાં આવવાથી નકારાત્મકતાની અસર નાખે છે. જેનાથી પરિવારના સભ્યો પર રોજ કોઈ ને કોઈ રોગ-શોક મંડરાતો રહે છે.
- પાણીનો અનુચિત ઉપયોગ ઘણા વાસ્તુદોષને ઉતપન્ન કરે છે. જેનાથી ધન અને તન સાથે સંકળાયેલી ઘણી બધી પરેશાનીઓ વધી જાય છે અને ઘરનુ ધન ધીમે ધીમે ખતમ થઈ જાય છે.
પાણીની ટાંકીમાં દરાર, વૉશરૂમમાં ગંદકી, ટપકતો નળ વગેરે નાની-નાની વાતો પર ધ્યાન આપવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે.
વૉશરૂમમાં મિરર બારણાના ઠીક સામે ન લગાડો, કારણકે જ્યારે વૉશરૂમનું બારણું ખુલે છે ત્યારે ઘરની નકારાત્મક ઉર્જા અંદર આવે છે. બારણુંં ખુલતા સમયે મિરર સામે જ હશે તો નકારાત્મકતા તેની સાથે અથડાઈને પરત ઘરમાં આવી જશે.