Best romantic ways to propose to a girlfriend: પ્રેમના ઘેલા આજે વેલેન્ટાઈન વીકના બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે મનાવી રહ્યા છે. આ ખાસ દિવસ દર વર્ષે 8 ફેબ્રુઆરીના રોજ મનાવાય છે. આ દિવસે લોકો પોતાના ક્રશને પ્રપોઝ કરીને પોતાના દિલનો હાલ બતાવે છે. પણ જો તમે હજુ સુધી આવુ નથી કરી શક્યા તો આજનો દિવસે અને આ પ્રપોઝ ડે ટિપ્સ ખાસ તમારે માટે છે. આ ટિપ્સ તમારા દિલની વાત તમારા હોઠો પર લાવવા અને તમારા રિજેક્શનના ભયને બહાર કાઢવામાં તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ છેવટે છોકરીઓને કેવી રીતે પ્રપોઝ કરનારા છોકરા પસંદ હોય છે.
છોકરીઓને ઈપ્રેસ કરવા માટે તેમને આ રીતે કરો પ્રપોઝ
રોમેન્ટિક પાર્ટનર- છોકરીઓને મોટેભાગે સ્વભાવથી ગંભીર રહેનારા છોકરાઓ ઓછા ગમતા હોય છે. એવા પાર્ટનર્સ જે નેચરથી થોડા રોમેન્ટિક હોય અને પ્રપોઝ ડેના દિવસે સિમ્પલ આઈ લવ યુ કહેવાને બદલે હાથમાં લાલ ગુલાબનો બુકે લઈને તેમને કોઈ કવિતા, ગઝલ કે મેસેજની મદદથી રોમેન્ટિક રીતે પ્રપોઝ કરે.
કેન્ડલ નાઇટ ડિનર - તમારી મિત્રને કેન્ડલ નાઈટ ડિનર પર લઈ જઈને પણ પ્રપોઝ કરી શકો છો. રાત્રિભોજન માટે જતા પહેલા, રેસ્ટોરન્ટમાં કેટલાક રોમેન્ટિક સંગીતની વ્યવસ્થા કરો. ભોજન સર્વ કરતી વખતે, તમે તમારી ગર્લફ્રેંડના પ્લેટ પર ગિફ્ટ મૂકીને અથવા તમે ગીત પર ડાન્સ કરીને તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો.
ડેસ્ટિનેશન પ્રપોઝ - ફ્રેંડને પ્રપોઝ કરવા માટે, તમે તેને તેની મનપસંદ જગ્યાએ લઈ જઈ શકો છો અને ત્યાં તેને તમારા દિલની વાત કહી શકો છો, પછી ભલે તે જગ્યા તેની મનપસંદ રેસ્ટોરન્ટ હોય કે સનસેટ પોઈન્ટ.
પ્રથમ મુલાકાત- તમે તમારા ક્રશને પ્રપોઝ કરવા માટે તે જગ્યા પણ પસંદ કરી શકો છો જ્યાં તમે બંને પહેલીવાર મળ્યા હતા. તે જગ્યાએ જઈને, તમારે પહેલાથી જ તૈયારી કરી લો. જેમ કે બોર્ડ ગોઠવીને, તમે તમારા બંનેનાફોટા મૂકી શકો છો અથવા પ્રપોઝલ કેક અને સંગીત તૈયાર રાખી શકો છો કે પછી કોઈક બહાને તેમને ત્યાં બોલાવો અને તમારા દિલની વાત જણાવીને તેને પ્રપોઝ કરો.
પ્રેમ પત્ર લખો - લવ લેટર એ પ્રેમ વ્યક્ત કરવાની સૌથી જૂની અને પ્રેમાળ રીત છે. તો મોડુ ન કરશો આ પ્રપોઝ ડે પર તમારા મનની લાગણીઓને શબ્દોમાં બાંધીને એક કાગળ પર લખીને મુકો. તેનુ ઈમ્ર્પેસ થવુ નક્કી છે.