Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

February 7 Rose Day પર ગુલાબ આપતા પહેલા જાણી લો દરેક રંગ કઈક બોલે છે

February 7 Rose Day પર ગુલાબ આપતા પહેલા જાણી લો દરેક રંગ કઈક બોલે છે
, રવિવાર, 7 ફેબ્રુઆરી 2021 (09:29 IST)
વેલેંટાઈન ડે આમ તો બે દિલોમાં છુપાયેલી મોહબ્બતના અહેસાસને વહેચવાના ખાસ અવસર છે. પણ તેની શરૂઆત હોય છે, રોઝ ડે થી, જ્યારે સતરંગી ઈશ્કગુલાબના સુંદર રંગોમાં સિમટ જાય છે, અને પછી પહોંચે છે એક દિલની વાત બીજા સુધી, સુગંધ બનીને, પણ તમારી દિલની વાતને સારી રીતે કહી શકે છે 
ગુલાબના જુદા-જુદા રંગ- દરેક રંગ કઈક કહે છે .. જાણો શું કહે છે ગુલાબના મહકતા રંગ ... 
* સફેદ ગુલાબ શુદ્ધતા, માસૂમિયત અને વગર શર્તનો પ્રેમને દર્શાવે છે. 
* જો તમે તમારા કોઈ પ્રિયજનને સૉરી(Sorry) બોલવા ઈચ્છો છો તો ત્યારે સફેદ ગુલાબ માત્ર તમારા માટે જ છે. તો આ રોઝ ડે પર સફેદ ગુલાબ આપીને મનાવી લો તમારા પ્રિયને. 
* પીળો ગુલાબ દોસ્તી અને ખુશી જાહેર કરે છે, તમે તમારા એ મિત્રો જે તમારા બહુ નજીક છે અને તમે ક્યારે એને ગુમાવવા નહી ઈચ્છો છો, તો આજના દિવસે તેને પીળો ગુલાબ આપી અને તેણે આ અનુભવ કરાવો કે એ તમારા માટે કેટલા ખાસ છે. 
* ગુલાબી ગુલાબ કોમળતા, દોસ્તી, નમ્રતા, કૃતજ્ઞતાની સાથે એક નવા રિશ્તાની શરૂઆતનો પ્રતીક છે, જો આજે તમે પણ કોઈથી પહેલીવાર મળી રહ્યા છો તો ગુલાબી ગુલાબ સાથે લઈ જવું ન ભૂલવું. 
* નારંગી ગુલાબ તમારા મનના મોહને દર્શાવે છે. 
* લાલ ગુલાબ - આ રંગ તો પર તો પ્રેમનો એકાધિકાર છે અને આ માત્ર અને માત્ર તમારા પાર્ટનરને જ આપી શકો છો, જો તમે બહુ સમયથી કોઈને પ્રપોજ કરવા ઈચ્છો છો તો હિમ્મત કરીને લાલ ગુલાબ આપી દો. પરિણામ કઈ પણ હોઈ શકે છે પણ જીવનભર આ 
વાતથી બચવાનો આ એક જ તરીકો છે, નહી તો તમે વિચારતા રહી જશો કે કદાચ, આપી દીધો હોત તો તમે પણ તમારા પ્રેમને મેળવી લેતા. 
લાઈફ બહુ લાંબી નહી છે અને પ્રેમની કોઈ ઉમ્ર નહી હોય છે. તમારા હિસાબે રિશ્તોની ગરિમાને બનાવી રાખતા તમારા ગુલાબ પસંદ કરો અને તમારા શબ્દો પણ કારણ કે માત્ર ગુલાબ તમારી વાત પૂરી નહી કરશે. સમય અને અવસર આવી ગયું છે જ્યારે તમે એ કહી દો જે પહેલા નહી કહી શકયા કારણકે  હવે તમારી પાસે ગુલાબનો સાથ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rose Day - રાશિ મુજબ પાર્ટનરને ગુલાબ આપીને કરો પ્રેમનો એકરાર