Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મુલાયમ સિંહ યાદવ ગેરહાજરીમા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કર્યો

મુલાયમ સિંહ યાદવ ગેરહાજરીમા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્ર રિલીઝ કર્યો
, રવિવાર, 22 જાન્યુઆરી 2017 (16:58 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે એમની સમાજવાદી પાર્ટીના ઘોષણાપત્રને આજે અહીં રિલીઝ કર્યો હતો. આ પ્રસંગે મંચ પર અખિલેશના પત્ની ડિમ્પલ હાજર હતાં, પણ પિતા અને પાર્ટીના સ્થાપક પ્રમુખ મુલાયમ સિંહ યાદવ ગેરહાજર હતા. અખિલેશે રાજ્યની પ્રજા માટે કર્યા છે.

ચૂંટણીઢંઢેરામાં સ્માર્ટફોનથી લઇને મહિલાઓ માટે પ્રેશર કૂકર આપવાનું વચન સામેલ છે. આ સિવાય એકદમ ગરીબ લોકોને મફત ઘઉં-ચોખા અને એક કરોડ લોકોને 1000 રૂપિયાના માસિક પેન્શનની વાત પણ કરી છે.
 
સાથો સાથ લેપટોપ, કન્યા વિદ્યા ધન, પૂર્વાંચલ એક્સપ્રેસ વે, સમાજવાદી પેન્શન, 100, 102, 108 જેવી જૂની યોજનાઓને વધુ મજબૂતીથી ચલાવાનું વચન આપ્યું છે. ગરીબ બાળકો માટે મોટો વાયદો કરતાં અખિલેશે જાહેરાત કરી છે કે સરકાર બનવા પર કુપોષણથી પીડાતા બાળકો માટે દર મહિને એક કિલોગ્રામ ઘી અને એક ડબ્બો દૂધ પાઉડર આપશે. અખિલેશે કહ્યું કે ચૂંટણી ઢંઢેરા સિવાય સપાના તમામ ધારાસભ્ય પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસનો રોડ મેપ પમ અલગથી બનાવશે.
 
ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવનાર વ્યવસ્થા ઘડવામાં આવશે. એક કરોડ લોકોને દર મહિને પેન્શન રૂપે 1000 રૂપિયા આપવામાં આવશે.  કિસાનોના લાભાર્થે સમાજવાદી કિસાન કોષ બનાવવામાં આવશે. ગરીબ મહિલાઓને પ્રેશર કૂકર આપવામાં આવશે. અત્યંત ગરીબ લોકોને મફતમાં ઘઉં, ચોખા આપવામાં આવશે.  વરિષ્ઠ નાગરિકો માટે ઓલ્ડ એજ હોમ્સ બનાવવામાં આવશે. આગરા, મેરઠ, કાનપુર, વારાણસીમાં મેટ્રો રેલવેનો આરંભ કરાશે. વાર્ષિક દોઢ લાખથી ઓછી આવકવાળાઓને મફતમાં ઈલાજ કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કલકત્તામા છવાયા રવિન્દ્ર જાડેજા, વન-ડે ક્રિકેટમાં 150 વિકેટો હાંસલ કરનાર પહેલો જ ભારતીય ડાબોડી સ્પિનર