Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Money Saving Habits - આ 3 આદતોને કારણે ખિસ્સામાં નથી બચતો એક પણ રૂપિયો, સેવિંગ કરવા માટે આજથી જ કરી લો તેમા સુધાર

How to save Money
How to save Money
વધતી મોંઘવારીમાં પૈસા બચાવવા ખૂબ જરૂરી છે. પણ કામ થોડુ મુશ્કેલ છે. સેવિગ્સ આપણને કોઈ ઈમરજેંસી સ્થિતિમાં મદદ કરી શકે છે. પણ રોજબરોજના વધતા ખર્ચાની વચ્ચે પૈસા સેવ કરવા ખૂબ ચેલૈંજિગ બની શકે છે. જો કે અનેકવાર આપણી કેટલીક આદતો  (Bad Financial Habits) ને કારણે પણ આપણે પૈસા બચાવી શકતા નથી.  
 
આ આદતો આપણા ફાઈનેંશિયલ ગોલ્સ પર ખરાબ પ્રભાવ નાખે છે અને પૈસા સેવ કરવા મુશ્કેલ થઈ જાય છે. આ કારણે આપણે આર્થિક રૂપથી કમજ્ર થઈ શકીએ છીએ. તેથી અમે એવી ત્રણ આદતો (Money Saving Habits) વિશે બતાવી રહ્યા છે, જેને કારણે તમે પૈસા સેવ કરી શકતા નથી. આવો જાણીએ પૈસા સેવ કરવા માટેની ટિપ્સ(How to save money). 
 

સમજ્યા વગર ખર્ચ કરવો 

 
મોટેભાગે લોકો બજેટ કે પ્લાન કર્યા વગર જ ખર્ચા કરે છે. આ ટેવ તેમણે પૈસા બચાવતા રોકે છે. જ્યારે આપણે બજેટ બનાવ્યા વગર જ ખર્ચ કરીએ છીએ, તો આપણી પાસે આ માહિતી હોતી નથી કે આપણે કેટલો ખર્ચ કરી ચુક્યા છે અને કેટલો બચાવવાનો છે.  
 
તેનાથી આપણી સેલેરીનો એક મોટો ભાગ બિન જરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ જાય છે. જેમ કે સમજ્યા વિચાર્યા વગર જ ઓનલાઈન શોપિંગ કરવુ, વારેઘડીએ બહાર ખાવુ કે ફાલતૂની વસ્તુઓ ખરીદવી. આ બધા ખર્ચ નાના-નાના હોય છે, પણ સમય સાથે આ મોટી રકમમાં બદલાય જાય છે. તેથી ખર્ચ કરતા પહેલા પ્લાન બનાવવો અને બજેટ તૈયાર કરવુ જરૂરી છે.  
 

બચતને પ્રાયોરિટી ન આપવી 

 
અનેક લોકોને ટેવ હોય છે કે તેઓ પહેલા ખર્ચ કરે છે અને બચતને સૌથી લાસ્ટમાં મુકે છે. આ ટેવ તેમને પૈસા બચાવતા રોકે છે. જ્યારે આપણે પહેલા ખર્ચ કરીએ છીએ તો મોટેભાગે આપણી પાસે બચત માટે કશુ બચતુ નથી. તેથી બચતને પ્રાયોરિટી આપવી જરૂરી છે.   
 
એક સારી રીતે એ છે કે તમે તમારી સેલેરીની એક ફિક્સ એમાઉંટ સીધી બચત માટે અલગ કરી દો. તેને પે યોરસેલ્ફ ફર્સ્ટ નો પ્રિસિપલ કહેવામાં આવે છે. આ રીતે તમે ખર્ચ કરતા પહેલા જ સેવ કરી લો છો અને તમારી ફાઈનેંશિયલ ગોલ્સને હાસિલ કરવામાં સફળ થાય છે.  
 

કર્જનો બોજ 

 
કર્જ લેવુ અને તેને ચુકવવામાં સતત ફસાયેલા રહેવુ પણ પૈસા બચાવવામાં અવરોધ નાખે છે. અનેક લોકો ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરે છે કે સમજ્યા વિચાર્યા વગર લોન લે છે. તેનાથી તેમના પર વ્યાજનો બોજ વધતો જાય છે અને તે પોતાની ઈનકમનો એક મોટો ભાગ કર્જ ચુકવવામાં લગાવી દે છે.   
 
કર્જથી બચવા માટે જરૂરી છે કે તમે તમારા ખર્ચને કંટ્રોલ કરો અને ફક્ત જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો. સાથે જ સમજ્યા વિચાર્યા વગરે કોઈની પણ પાસેથી પૈસા ઉધાર ન લેશો. જો તમે પહેલાથી જ લોન લઈ રાખી છે તો તેને ચુકવવા માટે પ્લાન બનાવો અને તેને જલ્દીથી જલ્દી ચુકવવાની કોશિશ કરો.  તેનાથી તમે પૈસા સહેલાઈથી સેવ કરી શકશો.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નાસિકમાં 4 વર્ષમાં 8 મહિલાઓનું જાતીય શોષણ; 6 આરોપીઓની ધરપકડ