કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2023-24 રજુ કરશે. આગામી બજેટમાં રાજકોષીય ખોટને કેવી રીતે કમ કરવામાં આવે, સામાન્ય માણસને શુ રાહત મળવાની છે અને ફુગાવાને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાશે. આ બધી વાતોને લઈને સામાન્ય લોકો ઘણી આશાઓ લગાવીને બેસ્યા છે. એક્સપર્ટ્સના મુજબ એવી પાંચ વસ્તુઓ છે જેમાં બજેટ 2023-24 ફેરફાર થવાની આશા છે તો ચાલો જાણીએ તેના વિશે..
ટેક્સ સ્લેબ - નાણાકીય વર્ષ 2014-15 પછી ભારતના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી બાજુ આ મોદી સરકારના બીજા કાર્યકાળનુ અંતિમ પૂર્ણ બજેટ રહેવાનુ છે. આ કારણે આ વખતના ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર થવાની આશા છે. એવી ધારણાઓ છે કે આ વખતે ટેસ્ક સ્લેબની સીમા વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જેનો મતલબ એ હશે કે પાંચ લાખ રૂપિયાથી ઓછી આવકવાળા લોકો ટેક્સ ચુકવણીના દાયરામાંથી બહાર થઈ જશે.
રાજકોષીય ખોટમાં સુધાર
વિશેષજ્ઞો મુજબ આગામી નાણાકીય વર્ષ માટે પોતાના રાજકોષીય ખોટના લક્ષ્યમાં 50 આધાર અંકોની કપાત કરી શકાય છે. તેનાથી આશા છે કે ભારત પોતાની ખોટના 5.9 ટકા સુધી બનાવી રાખશે.
માનક કપાતમાં વધારો
કરદાતાઓને એ પણ આશા છે કે સરકાર માનક કપાતની સીમાને વધારી શકે છે. વર્તમાનમાં માનક છૂટની સીમા 50000 રૂપિયા સુધી છે. જેને વધારીને 1 લાખ રૂપિયા કરવાની શક્યતા છે. આવુ વધતા રોકાણ અને વધતા ફુગાવાને કારણે હોઈ શકે છે.
હોમ લોન પર છૂટ
આ વખતે સંપૂર્ણ શક્યતા છે કે ઘર ખરીદનારાઓને છૂટના દાયરાને વધારી શકાય છે. વર્તમાનમાં હોમ લોન પર આપવામાં આવેલ 2 લાખ રૂપિયા સુધી વ્યાજ પર કરદાતાને આવકવેરામાં છૂટ મળે છે. આરબીઆઈ તરફથી વ્યાજ દર વધવાને કારણે કપાતની સીમા વધવાની શક્યતા છે.
યૂનિફોર્મ કેપિટલ ગેન ટેક્સ
વર્તમાન સમયમાં સંપત્તિઓના અનેક પ્રકાર હોય છે અને તેના હિસાબથી જુદા જુદા ટેક્સના રેટ લગાવવામાં આવે છે. આ કારણે આ વખતના બજેટમાં એક યૂનિફોર્મ કૈપિટલ ગેન ટેક્સ લાવવાની વાત કરવામાં આવી રહી છે. જે આ સેક્ટરમાં એક દર સાથે આવી શકે છે.