નાણામંત્રી સીતારમણે આજે 2021-22નુ સામાન્ય બજેટ રજુ થયુ. તેમણે પેટ્રોલ પર પ્રતિ લીટર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર સેસ લગાવવાની જાહેરાત કરી. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલ 92.80 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ચુક્યુ છે. જ્યારે કે ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લીટર ચાલી રહ્યુ છે.
સીતારમણે કહ્યુ કે પેટ્રોલ પર 2.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટરના ફાર્મ ઈંંફ્રાસ્ટ્ર્કચર એંડ ડેવલોપમેંટ સેસ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે. તેનાથી મોંઘવારી વધવાની આશંકા છે. કારણ કે ડીઝલ મોંઘુ થવાથે ટ્રકોનુ ભાડુ વધશે. જો કે સીતારમણે કહ્યુ કે ઉપભોક્તા પર સમગ્ર રૂપથી કોઈ વધુ ભાર નહી પડે.
કોરોનાકાળમાં સરકારનો ખજાનો ખાલી છે અને કમાણી પ્રભાવિત થઈ છે. આવામાં તેમણે ક્યાકથી તો પૈસા એકત્ર કરવા જરૂરી છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2020-21 માટે પણ સરકારે હેલ્થ અને એજ્યુકેશન સેસ દ્વારા 26,192 કરોડ રૂપિયાનુ ફંડ એકત્ર કરવાનુ બજેટની જોગવાઈ રાખી હતી.