મોદી સરકારે બજેટ 2020-21માં કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાકીય વર્ષ 2020 -21નુ બજેટ રજુ કરતા ટેક્સ સ્લૈબમાં ફેરફાર કર્યા છે. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહી લાગે. 5 થી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકાનો ટેક્સ લાગશે. પહેલા 10 ટકાનો સ્લૈબ નહોતો. 7.5 લાખથી 10 લ આખની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ તેમા કોઈ ડિડક્શન સામેલ નહી રહે. જે ડિડક્શન લેવા માંગે છે તે જૂના રેટથી ટેક્સ આપી શકે છે. એટલે કે ટૈક્સપેયર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા રહેશે.
હવે આવુ રહેશે નવુ ટેક્સ સ્લૈબ
5% 2.5-5 લાખની કમાણી પર
10% 5- 7.5 લાખની કમાણી પર
15% 5-7.5 લાખની કમાણી પર
20% - 10-12.5 લાખની કમાણી પર
25% 12.5-15 લાખની કમાણી પર
30% 15 લાખ અને વધુથી ઉપરની કમાણી પર
વર્તમાન ઈનકમ ટેક્સ સ્લૈબ સિસ્ટમમાં 2.5 લાખ રૂપિયાથી ઓછી આવક પર કોઈ ટેક્સ નથી. 2.5 લાખથી 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને 5 ટકા સ્લૈબમાં મુકવામાં આવ્યા છે. બીજી બાજુ 5-10 લાખની આવકવાળાને 20 ટકા ટેક્સ ચુકવવાનુ હોય છે. 10 લાખ રૂપિયાથી ઉપરની આવકવાળાને 30 ટકા ટૈક્સ લાગે છે.
સરચાર્જ કોઈપણ ટૈક્સ પર લાગનારો વધારાનો ટેક્સ છે. જે પહેલા થી ચુકવાયેલ ટેક્સ પર લાગે છે. એથી સરચાર્જને અધિભાર પણ કહેવામાં આવે છે. આ અધિભાર મુખ્ય રૂપથી વ્યક્તિગત આવકવેરા અને કોર્પોરેટ આવકવેરા પર લગાડવામાં આવે છે.