Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઈનકમની સાથે-સાથે ટેક્સ બચાવવાના જાણો સૌથી અચૂક ઉપાય

ઈનકમની સાથે-સાથે ટેક્સ બચાવવાના જાણો સૌથી અચૂક ઉપાય
નવી દિલ્હી. , ગુરુવાર, 27 જૂન 2019 (14:27 IST)
ઈનકમ ટેક્સની સીઝન આવતા જ દરેક કોઈ ટેક્સ બચાવવાની કોશિશમાં લાગી જાય છે.  ટેક્સ બચાવવા માટે ઈનકમટેક્સ દાતા અનેક રીતો શોધવાની કોશિશ કરે છે, પણ સાચી માહિતી ન હોવાને કારણે ગૂંચવણમાં પડી જાય છે. આજે અમારા આ લેખમાં તમને સૌથી કારગર માહિતી પુરી પાડવાની કોશિશ કરીએ છીએ.  આ લેખમાં અમે ટેક્સ છૂટવાળી કમાણી દ્વારા ટેક્સ બચાવવા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. 
 
31 જુલાઈ છે રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 
 
નાણાકીય વર્ષ 2018-19માં પ્રાપ્ત થયેલ ઈનકમ માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2019 છે.  વ્યક્તિગત, હિન્દુ અવિભાજીત પરિવાર અને તેમના ખાતાના ઓડિટની જરૂર નથી. તેઓ 31 જુલાઈ સુધી રિટર્ન ફાઈલ કરી શકે છે. 
 
ઈનકમ ટેક કેવી રીતે બચાવશો  - How to Save Income Tax
 
આવકવેરા નિયમો મુજબ 2 રીતે પહેલી છૂટ અને બ ઈજો કપાત દ્વારા ઘટાડી શકાય છે.  exemptionsમાં કેટલીક ઈનક્મને કરપાત્ર નથી ગણાતી.  જેવી કે  HRA, LTA, transport allowance વગેરે. બીજી બાજુ deductionsમાં આવનારા ખર્ચ ટેક્સ બચાવવાની સગવડ આપે છે.  જેના હેઠળ EPF, PPF, ELSS, NSC આવે છે. 
 
PF એકાઉંટ પર ટેક્સ છૂટ 
 
આવકરવેરા દાતાઓને  Section 80C હેઠળ PF એકાઉંટમાં જમા રકમ પર ટેક્સમાં છૂટ મળે છે. સાથે જ એપ્લાયરની તરફથી જમા રાશિ પર પણ ટેક્સ છૂટ મળે છે. જો કે એપ્લાયર પોતાની બેસિક સેલેરીના 12 ટકાથી વધુ ન  હોવી જોઈએ. 12 ટકાથી વધુ રાશિ પર તમને ટેક્સ ભરવો પડી છે. 
 
શેયર,  Equity Mutual Fundsના નફા પર ટેક્સ છૂટ 
 
શેયર  Equity Mutual Fundsના નફા પર ટેક્સ છૂટની જોગવાઈ છે. 1 વર્ષ પછી શેયર કે ઈકવિટી મ્યુચ્યુઅલ ફંડના વેચાણ પર મળનારા નફા પર ટેક્સ નથી આપવો પડતો. 1 વર્ષ પછી વેચાણને લૉન્ગ ટમ કૈપિટલ ગેનની શ્રેણીમાં માનવામાં આવે છે. શેયર્સના લૉન્ચ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ નથી લાગતો. શેરધારકોને મળનારા લાભાંશ (ડિવિડંડ) પણ ટેક્સ ફ્રી માનવામાં આવે છે. 
 
ખેતીની આવક - Agriculture Income
 
ખેતીથી થનારી આવક પર કોઈપણ કર નથી લાગતો. ખેતી ફોર્મ બનાવીને કરવામાં આવતી ખેતીથી થયેલ આવક પણ આ છૂટની હકદાર માનવામાં આવે છે. 
 
બચત ખાતા પર મળનારા વ્યાજ 
 
બચત ખાતા પર 10 હજાર રૂપિયા સુધીના વાર્ષિક વ્યાજ પર કોઈ ટેક્સ નથી લાગતો. જો 10 હજાર રૂપિયાથી વધુ  છે તો Section 80 TTA હેઠલ વધુ રકમ પર ટેક્સ આપવો પડશે. 
 
VRS માં મળશે રકમ કર મુક્ત 
 
VRS  (સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ)લેતા મળનારા 5 લાખ રૂપિયા સુધીની રકમ પર કોઈ ટેક્સ નથી લાગતો. સરકારે આ સુવિદ્યા ફ્કત સરકારી કે સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે જ આપી છે. ખાનગી કંપનીઓમાં કામ કરી રહેલ કર્મચારીઓને આની સુવિદ્યા નહી મળે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હીરોઈન બનવા મુંબઈ ગઈ 3 બેન, ફોટોશૂટ-ઈંટરવ્યૂહ પછી ખબર જ નહી ચાલ્યું કેવી રીતે પહોંચી ગઈ ભોપાલ