આધુનિક ભારતમાં બજેટ-પધ્ધતિની શરૂઆત કરવાનો શ્રેય બ્રિટિશ-ભારતના પહેલા વાયસરાય લાર્ડ કેનિંગને જાય છે, જે 1856-62 સુધી ભારતના વાયસરાય રહ્યા. 1857ના પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના પછી 1859માં પહેલીવાર એક નાણાકીય વિશેષજ્ઞ જેમ્સ વિલ્સનને વાયસરાયની કાર્યવાહીના નાણાકીય સદસ્યના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા.
જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી 1860માં વાયસરાયની પરિષદમાં પહેલીવાર બજેટ રજૂ કર્યુ. તેમણે બ્રિટિશ નાણામંત્રીની પરંપરાનુ અનુકરન કરતા પોતાના ભાષણમાં ભારતની નાણાકીય સ્થિતિનુ સારંગર્ભિત વિશ્લેષણ અને સર્વેક્ષણ રજૂ કર્યુ, તેથી જેમ્સ વિલ્સનને ભારતીય બજેટ પધ્ધતિના સંસ્થાપક કહી શકાય છે.
1860 પછીથી જ દરવર્ષે દેશની નાણાકીય સ્થિતિની વિગત રજૂ કરનારુ બજેટ વાયસરોયની પરિષદમાં રજૂ થવા લાગ્યો પણ તે સમયે ભારત ગુલામ હતુ, તેથી આ બજેટ પર ભારતીય પ્રતિનિધિઓને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો અધિકાર નહોતો. ઈસ. 1947માં દેશ આઝાદ થયો. ત્યારપછી ભારતીય સંસદ અને વિધાનસભાઓને બજેટ પર નિયંત્રણ મુકવાના બધા અધિકારો મળી ગયા હતા.
આઝાદી પહેલા 1920 સુધી સંઘીય સ્તર પર ફક્ત એક જ બજેટ બનતુ હતુ. 1921માં સામાન્ય બજેટથી રેલ બજેટને અલગ કરી દેવામાં આવ્યુ. ત્યારથી ભારતમાં સંઘીય સ્તર પર બે બજેટ રજૂ થવા લાગ્યા - સામાન્ય બજેટ અને રેલ બજેટ. આ સિવાય ભારતીય સંઘના પ્રત્યેક રાજ્યોનુ પોતપોતાનુ જુદુ જદુ બજેટ હોય છે.
ફોટો સાભાર - સોશિયલ મીડિયા