baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Taarak Mehta...ના જેઠાલાલ બન્યા સસરા.. દિલીપ જોશીએ શેયર કરી પુત્રીના લગ્નની ખાસ તસ્વીરો

Taarak Mehta.
, બુધવાર, 15 ડિસેમ્બર 2021 (17:28 IST)
પોપુલર કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Tarak Mehta Ka Oolta Chashmah)ફેમ અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi)ની પુત્રી નિયતી લગ્નના બંધનમાં બંધાય ગઈ છે. અભિનેતાએ પોતાની પુત્રીના લગ્નની કેટલીક ન જોયેલી તસ્વીરો પોતાના ઓફિશિયલ ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે.  સાથે જે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. ફેંસ તેમની પુત્રીના લગ્નના અવસર પર તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ આ જ આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી રહી છે. તો ચાલો જોઈએ તમારા પ્રિય અભિનેતાની પુત્રીના લગ્નના રિવાજોની તસ્વીરો 
Taarak Mehta.
(ફોટો સાભાર - Instagram/@ maakasamdilipjoshi)
 લગ્નની વિધિ કરી રહેલા વર-કન્યાના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાય છે.
 
-  દીકરીના લગ્નમાં તમામ વિધિઓ કરીને પિતાની ફરજ પૂરી કરવાનો આનંદ દિલીપના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. આ તસવીર શેર કરતા દિલીપે પોતે લખ્યું છે કે તમે ગીતોમાં, ફિલ્મોમાં અને અન્યના લગ્નમાં આ વસ્તુઓ ઘણી વખત જોઈ હશે, પરંતુ જ્યારે તમારી સાથે આવું થાય છે, ત્યારે તેની ખુશીને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી
Taarak Mehta.
(ફોટો સાભાર - Instagram/@ maakasamdilipjoshi)
-  દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેઓ પોતાની દીકરીને દુલ્હનના રૂપમા જુએ. પહેલીવાર દુલ્હનના રૂપમાં દીકરીને જોયા બાદ દિલીપ અને તેમની પત્નીના ચહેરા પર જે ખુશી છે તે દરેક માતા-પિતાની બતાવી રહી છે.
Taarak Mehta.
(ફોટો સાભાર - Instagram/@ maakasamdilipjoshi)
-લાલ બનારસી સાડીમાં સજેલી નિયતિ અને તેના પિતા દિલીપ જોશીની આ સુંદર તસ્વીર દરેક પુત્ર-પુત્રીના પ્રેમભર્યા સંબંધોને દર્શાવે છે. 
Taarak Mehta.
(ફોટો સાભાર - Instagram/@ maakasamdilipjoshi)
-દિલીપ જોશીના જમાઈ યશોવર્ધન મિશ્રાની વાત કરીએ તો યશોવર્ધન બોલીવુડ ફિલ્મોમાં સ્ટોરી રાઈટર અને ગીતકાર અશોક મિશ્રાના પુત્ર છે.  યશોવર્ધન અને નિયતિ બંને એક બીજાને છેલ્લા ચાર વર્ષથી જાણે છે. બંને મુંબઈમાં એક જ કોલેજમાં ભણતા હતા. 
Taarak Mehta.
(ફોટો સાભાર - Instagram/@ maakasamdilipjoshi)
દિલીપ જોશીની પુત્રી નિયતિના લગ્ન 11 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈની તાજ હોટલમાં યોજાયા હતા. આ લગ્નમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સમગ્ર કાસ્ટ સહિત ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Taarak Mehta Ka Ooltah Chashmah: પોપટલાલની લાગી લોટરી, એક સાથે આવ્યા બે બે છોકરીના માંગા, શુ આ વખતે નીકળી શકશે પોપટલાલનો વરઘોડો ?