ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાની મુશ્કેલીઓ વધી શકે છે. દેશભરમાંથી લોકો મુનમુન દત્તાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે એટલુ જ નહી ટ્વિટર પર પણ #ArrestMunmunDutta ટ્રેંડ કરી રહ્યુ છે. જેમા મુનમુન પર વિશેષ જાતિ પર ટિપ્પણી કરવાનો આરોપ લગાવાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ આખો વિવાદ મુનમુન દત્તાના એક વીડિયોથી શરૂ થયો છે. તેમા આ વિશેષ જાતિ માટે અપમાનજનક શબ્દ નો ઉપયોગ કરે છે.
એક યુઝરે ટ્વિટર પર લખ્યુ, આ કોવિડ સંકટમા જો વાલ્મિકી સમાજ કોવિડ વોરિયર બનીને સફાઈ નહી કરે તમે કૂતરાને મોતે મરશો. સન્માન કરો તેમનુ જેનાથી તમે સુરક્ષિત છો. અન્ય યુઝરે લખ્યુ, આ કોઈ પહેલીવાર નથી કે જ્યારે કોઈનુ તેમની જાતિને કારણે અપમાન કરવામાં આવ્યુ હોય અને ફક્ત માફી માંગીને મામલાને ટાળવાની કોશિશ કરવામાં આવી તેથી અમે ધરપકડની માંગ કરીએ છીએ.
મુનમૂનની આ ટિપ્પણી સાંભળીને લોકો ભડકી ગયા છે અને તેમણે મુનમૂન પર જાતિવાદી હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે મુનમુન દત્તાએ પણ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો છે. મુનમુને તેના ટ્વિટર પર લખ્યું છે કે હુ તમામ લોકોનો આદર કરુ છુ અને મે વિડીયોના વિવાદિત ભાગને પણ દૂર કરી દીધો છે.
મુનમુને લખ્યું, 'આ એક વીડિયોના સંદર્ભમાં છે જેને મે ગઈકાલે પોસ્ટ કર્યો હતો, જ્યા મારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ એક શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. આ અપમાન, ડરાવવઆ, અપમાનિત કરવા કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ક્યારેય કહ્યુ નહોતુ.
મુનમુને લખ્યુ, 'મારી ભાષાના અવરોધને કારણે, મને સાચી રીતે શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. એકવાર જ્યારે મને તેનો અર્થ જણાવવામાં આવ્યો ત્યારે મે તરત જ તે ભાગને હટાવી દીધો, મારી દરેક જાતિ, પંથ કે જેંડરથી દરેક વ્યક્તિ પ્રત્યે સન્માન છે અને અમારા સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકાર કરે છે.