Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તાલ ફેમ અભિનેત્રી ભૈરવી વૈદ્યનુ 67 વર્ષની વયે નિધન

bhairavi vaidhy
, શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (14:16 IST)
bhairavi vaidhy
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન. 67 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તે છેલ્લા 45 વર્ષથી એક્ટિંગની દુનિયામાં કામ કરી રહી હતી. ભૈરવી વૈદ્ય ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પણ જોવા મળી છે. ભૈરવી વૈદ્યનું ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. ભૈરવી વૈદ્યના નિધનના સમાચાર તેમની પુત્રી જાનકી વૈદ્યએ આપ્યા છે. ભૈરવીનું અવસાન 8 ઓક્ટોબરે થયું હતું. તેમણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
 
સૂત્રોના જણાવ્યા મુજબ ભૈરવી છેલ્લા 6 મહિનાથી કેંસર સામે ઝઝૂમી રહી હતી. નીમા ડેન્જોગપા શો દ્વારા ભૈરવીની સહ-કલાકાર સુરભિ દાસે તેમના મોત પર શોક વ્યક્ત કર્યો. ભૈરવી વૈદ્યની પુત્રી જાનકી વૈદ્યએ પણ માતાના નિધન પર ઈમોશનલ પોસ્ટ શેયર કરી લખ્યુ, મારી વ્હાલી મા... મમ્મી, એક ખુશમિજાજ, નિડર, ટેલેંટેડ, સ્વચ્છ દિલની વ્યક્તિ હતી. પત્ની અને માતા-પિતા પહેલા તે એક શાનદાર અભિનેત્રી. એક મહિલા જેણે પોતાના બાળકોનુ સારી રીતે પાલન-પોષણ કર્યુ. 
 
ભૈરવી વૈદ્યએ ફિલ્મ ઈડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ તાલ દથી જાનકીના શાનદાર પાત્ર દ્વારા કરી હતી.  અભિનેત્રી ભૈરવી વૈદ્યએ ગુજરાતી હિન્દી ફિલ્મો અને ટીવી શો નો ભાગ રહી છે. તેમણે તાજેતરમા જ ટીવી શો નીમા ડેન્જોગપામાં ભાગ લીધો હતો.  

ભૈરવીએ પોતાના પાત્રોમાં એવી છાપ છોડી કે આજે પણ તેને યાદ કરવામાં આવે છે. સુપ્રસિદ્ધ અભિનેત્રીએ ઐશ્વર્યા રાય, અનિલ કપૂર અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'તાલ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી એક પ્રખ્યાત થિયેટર કલાકાર પણ રહી ચુકી છે. ભૈરવીને તેના દમદાર અભિનય માટે હંમેશા યાદ કરવામાં આવશે. અભિનેત્રીએ મોટાભાગના પ્રોજેક્ટ્સમાં માતાની ભૂમિકા ભજવી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ ભૈરવી વૈદ્યને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kishore Kumar - કુમારની મધુર યાદો