Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મશહૂર કોમેડિયનને પોલીસે રાત્રે ઉઠાવ્યો, હુક્કાબાર પર છાપો મારતા પકડાયા Munawar Faruqui

મશહૂર કોમેડિયનને પોલીસે રાત્રે ઉઠાવ્યો, હુક્કાબાર પર છાપો મારતા પકડાયા Munawar Faruqui
, બુધવાર, 27 માર્ચ 2024 (11:55 IST)
Munawar Faruqui Detained: એવુ લાગે છે હાલ 'બિગ બોસ' ના વિનર્સ પર પોલીસની ચાંપતી નજર છે.  પહેલા એલ્વિશ યાદવ  (Elvish Yadav) અને હવે મુનવ્વર ફારુકી પર પોલીસની કાર્યવાહી થઈ છે. મંગળવારે અડધી રાતે તેમને પોલીસે ધરપકડ કરી લીધી. મુનવ્વરને હુક્કા પાર્લર રેડ (Hookah Bar Raid) કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા.  
 
મોડી રાત્રે અરેસ્ટ કરવામાં આવ્યા મુનવ્વર ફારુકી 
મુનવ્વરની ધરપકડ કરવાના સમાચાર સામે આવ્યા પછી ફેંસ તેમને લઈને ચિંતિત થઈ ગયા હતા. કોમેડિયન પહેલા જ નાની-મોટી કંટ્રોવર્સીના શિકાર થતા રહે છે. આવામાં હુક્કા બાર રેડ કેસમાં તેમનુ નામ સામે આવ્યા પછી ફેંસને તેમના માટે ચિંતા સતાવવા લાગી.  ન્યુઝ એજંસી એએનઆઈના મુજબ, મુનવ્વરની 13 અન્ય સહિત ધરપકડ કરવામાં આવી હતી.  જો કે પૂછપરછ પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. 

પોલીસને મળેલી માહિતી પછી ફોર્ટ એરિયામાં છાપામારી કરવામાં આવી. તેમને જણાવવામાં આવ્યુ હતુ કે ટોબૈકો પ્રોડક્ટ્સ સાથે નિકોટીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના પર બેન લાગ્યો છે. કુલ 4400 રૂપિયાના નવ હુક્કા પોટ્સ જોવા મળ્યા. ત્યા હાજર બધા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમા મુનવ્વરનુ ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યુ. ત્યારબાદ તેમએન ત્યાથી જવા દેવામાં આવ્યા.  
 
મુનવ્વર પર લાગી હતી આ ધારાઓ 
 
ફારુકી અને બાકીઓ પર સિગરેટ અને ટોબૈકો પ્રોડક્ટસ એક્ટ સહિત આઈપીસીની ધારા 283 (Danger or Obstruction in public way or line of navigation), ધારા 336 (act endangering life or personal safety of others) લાગ્યો હતો. 
 
એયરપોર્ટ પરથી સામે આવી તસ્વીર 
રિલીજ કર્યા પછી મુનવ્વર ફારુકીએ એયરપોર્ટ પરથી પોતાની એક તસ્વીર શેયર કરી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાઉથના આ પ્રખ્યાત કોમેડિયન-એક્ટરનું નિધન, ધનુષની ફિલ્મ દ્વારા કર્યું હતું ડેબ્યુ